ગુજરાત

આ સીઝનની સૌથી વધુ ઠંડી આ અઠવાડિયામાં પડશે

રાજ્યમાંમાં ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટÙ કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન ૯.૩ ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ ૫.૪ તાપમાન નોંધાયું હતું.

કાતિલ ઠંડીમાં આજે પણ આખું ગુજરાત ઠુંઠવાયું છે. હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટÙમાં કોલ્ડવેવની શક્યતા છે. ૮થી ૯ ડિગ્રી તાપમાન સાથે આજે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.૨૫, ૨૬ અને ૨૭ એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી ૫ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જાર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ ૨થી ૩ ડીગ્રી તાપમાનમાં ઘટશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી ૩ દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *