JMP( ગોપાલક વિદ્યા સંકુલ) માં રમતોસવ કાર્યક્રમનું આયોજન કરાયુ
ગાંધીનગર
આજે શાળામાં JMP( ગોપાલક વિદ્યા સંકુલ) માં રમતોસવ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં જે વિદ્યાર્થીઓને જુદી જુદી રમતમાં પ્રથમ, દ્ધિતિય, અને તૃત્રિય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. જેમાં અતિથિ વિશેષમાં હિમાંશુભાઈ પટેલ ( એજ્યુકેશન ઈન્સ્પેકટર) DEO કચેરી ગાંધીનગર, મુખ્ય મહેમાન શ્રી લલ્લુભાઈ દેસાઈ,મંત્રી, ગોપાલક કન્યા કેળવણી મંડળ, શ્રી રમેશભાઈ દેસાઈ, સહમંત્રી, તથા શ્રી લાભુભાઈ દેસાઈ , પ્રમુખ, ખેલમહાકુંભ, અને સંસ્થાના સંચાલક: જગત સર, મહેન્દ્ર સર, પ્રકાશ સર.જેમાં વિવિધ રમતો જેવી કે દોડ, રસ્સા ખેંચ ,ખોખો, સંગીત ખુરશી, લીંબું ચમચી, દોરડા કૂદ ,ત્રીપગી દોડ, બોલ બેલેન્સીગ , ગોળા ફેંક, સોય દોરો , કોથળા દોડ, કબડ્ડી જેવી વિવિધ રમતોનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓએ રમતોસવ માં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં અતિથિ વિશેષમાં હિમાંશુભાઈ પટેલ અને મુખ્ય મહેમાન શ્રી લલ્લુભાઈ દેસાઈ એ વિદ્યાર્થીઓને નિષ્ઠા પૂર્વક અને ખેલદીલી પૂર્વક ભાગ લઈને હાર-જીત ને મહત્વ ન આપતા સ્પર્ધામાં જોડાવું તે મહત્વનું છે તેવું માર્ગદર્શન આપ્પું હતુ.