આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગૂગલ,માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા હજારો ભારતીયો બેરોજગાર થયા

અમેરિકામાં હજારો ભારતીયો બેરોજગાર થયાઅમેરિકામાં ગૂગલ, માઇક્રોસાફ્ટ અને ઍમેઝાન જેવી કંપનીઓ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવતાં હજારો ભારતીયો બેરોજગાર થયા છે. અમેરિકામાં રહેવા માટે હવે તેઓ ચોક્કસ સમયગાળામાં નોકરી શોધવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે વર્ક વિઝાની શરત મુજબ નોકરીમાંથી છૂટા થયા બાદ તેમણે નવી નોકરી શોધવી ફરજિયાત છે.

વાશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે નવેમ્બર મહિનાથી ગૂગલ, માઇક્રોસાફ્ટ, ફેસબુક અને ઍમેઝાન જેવી કંપનીઓએ બે લાખ આઇટી પ્રોફેશનલ્સને નોકરીમાંથી છૂટા કર્યા છે, જેમાં ૩૦થી ૪૦ ટકા ભારતીય છે. એમાંના મોટા ભાગના લોકો પાસે એચ-૧બી અને એલ-૧ વિઝા છે. એચ-૧બી વિઝામાં અમેરિકાની કંપનીઓ ટે?Âક્નકલ કુશળતા ધરાવનારા વિદેશ નિષ્ણાતોને નોકરી પર રાખી શકે છે. ટેક્નાલાજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો કર્મચારીઓને એના આધારે નોકરી પર રાખે છે. નોકરી છૂટી જતાં આ તમામ કર્મચારીઓ અમેરિકામાં રહેવાના વિકલ્પો શોધી રહ્યા છે.

ઍમેઝાનમાં કામ કરતી ગીતા (નામ બદલ્યું છે) ત્રણ મહિના પહેલાં જ અમેરિકા આવી હતી. આ સપ્તાહે જ તેને કહેવામાં આવ્યું કે ૨૦ માર્ચ નોકરીમાં તેનો છેલ્લો ?દિવસ છે. હવે ૬૦ દિવસમાં તેણે નવી નોકરી શોધવાની છે, અન્યથા ભારત પાછા ફરવા સિવાય તેની પાસે બીજા કોઈ વિકલ્પ નથી. હાલ દરેક આઇટી કંપની કર્મચારીઓને છૂટા કરી રહી છે એવા સંજાગમાં નજીકના ભવિષ્યમાં નવી નોકરી મેળવવી મુશ્કેલ છે. અન્ય એક આઇટી પ્રોફેશનલ સીતાને (નામ બદલ્યું છે) ૧૮મી જાન્યુઆરીના રોજ માઇક્રોસાફ્ટમાંથી છૂટી કરવામાં આવી હતી. તે એક સિંગલ મધર છે. તેનો પુત્ર હાઈ સ્કૂલના જુનિયર યરમાં છે, પરિણામે તેની હાલત મુશકેલ છે. આવી પરિÂસ્થતિમાં મુકાયેલા લોકો માટે તેમની મિલકતોનું વેચાણ કરવું પડી રહ્યું છે અને બાળકોના શિક્ષણ પર એની વિપરીત અસર પડી છે. ભારતીયોએ આઇટી પ્રોફેશનલને મદદ કરવા માટે સામૂહિક પ્રયાસો પણ શરૂ કર્યા છે. આ પરિÂસ્થતિમાંથી માર્ગ શોધવા માટે તેમણે અલગ-અલગ વાટ્‌સ્ઍપ ગ્રુપ પણ બનાવ્યાં છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *