શામળાજી ના વસાયા પાસે આઇશર ટ્રક પલ્ટી જતા 60 લોકો ઇજાગ્રસ્ત
અરવલ્લીના શામળજી નજીક ગખમવાર મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શામળાજીના વસાયા પાસે આઈસર પલટી જતા 60 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે શામળાજી કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણકારી મુજબ, તમામ લોકો વસાયા થી બ્રહ્મપુરી લોકાચાર ના બેસણામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન આઈસર ને અકસ્માત નડ્યો હતો અને તે પલટી ખાઈ ગઈ હતી.ગામના જમાઈ નું અવસાન થતા તમામ બેસણામાં જતા હતા
આ વિશે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈ ડામોર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગામના જમાઈનું અવસાન થતા પરિવારના લોકો અને ગામના લોકો એક આઈસરમાં વસાયાથી બ્રહ્મપુરી બેસણામાં જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ઢાળ આવતા આઈસર નીચે ઉતરતા સમયે બેલેન્સ ગુમાવી દીધું અને પલટી મારી ગઈ. જેમાં અંદર 60થી વધુ લોકો હતા જે એકબીજા ઉપર પડવાના કારણે દબાઈ જતા લોકોને હાથ અને પગ તથા કમરમાં ફ્રેક્ચર થયા છે.શામળાજી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા
હાલમાં તો તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હોય તેવા દર્દીઓને આગળ રેફર કરવામાં આવ્યા છે.