હર ઘર રક્તદાતા’ના મિશન સાથે કલકત્તાથી સાયકલ પર રવાના થયેલ જોય દેબ રાઉટ પહોચ્યા ગાંધીનગર.
‘હર ઘર રક્તદાતા’નો સંદેશ સમગ્ર ભારતમાં પહોંચાડવાની નેમ સાથે તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ રવાના થયેલ ફેડરેશન ઓફ બ્લડ ડૉનર ઓર્ગેનાઇઝરના ૫૩ વર્ષીય સભ્ય જોય દેબ રાઉટ ગાંધીનગર પહોચતાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮, ગાંધીનગર ખાતે સેવાકેંદ્ર પ્રભારી આદરણિય કૈલાશદીદીજી દ્વારા સવારના મુરલી ક્લાસમાં તેમનું આત્મ સ્મૃતિના તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરેલ દેશ અને માનવ સેવાના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને અભિનદન આપી ઇશ્વરીય આશીર્વાદની વર્ષા કરેલ. જ્યારે ઓમશાંતિ સ્કૂલના માલિક અને મોરબી સમાજ સેવાકેન્દ્ર સંચાલક ભ્રાતા ઠાકરસી ભાઈ પટેલે તથા ગાંધીનગરની સૌ પ્રથમ હિંદી વેબ ન્યૂઝ ચેનલ ‘તસ્વિરે ગાંધીનગર’ ના માલિક ભ્રાતા કશ્યપભાઈ નિમાવતે પણ ભ્રાતા જોયના આ ઉમદા કાર્યની ખૂબ ખૂબ પ્રસંશા કરેલ.
આ પ્રસંગે ભ્રાતા જોયે પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં જણાવેલ કે, માનનીય વડા પ્રધાનશ્રીના હર ઘર ત્રિરંગા અભિયાનથી પ્રેરિત થઈ દેશમાં રક્તની કમીને કારણે દર્દીઓના થતાં મૃત્યુને લક્ષ્યે લઈ હર ઘર રક્ત દાતાની અલખ જગાવેલ છે. તેઓ રોજની ૫૦ થી ૭૦ કિ.મી.ની સાયકલ યાત્રા કરી ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્લી, હિમાચલ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન થઈ ૫,૮૦૦ કિ.મીની સાયકલ યાત્રા કરી અહી ગુજરાત પહોંચેલ છે. હજી પણ તેઓ વર્ષમાં ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી તેનું સમાપન પણ કલકત્તામાં કરશે. તેમણે સેંકડો હોસ્પિટલ્સ, સ્કૂલ્સ વગેરેમાં જઈ રક્તદાન માટે કાર્યશાળા દ્વારા લોકોને સાચી સમજ આપી પ્રેરિત કર્યા છે. આ પ્રસંગે તેમણે આજની યુવા પેઢીને જન્મ દિવસ, લગ્ન તિથિ અને માતપિતાની તિથિ પર રક્તદાન’ કેમ્પ રાખવા ખાસ સંદેશ છે.
કોબા, ઇન્સ્ટિટ્યુશનલ એરિયામાં આવેલ યુનિવર્સીટી ફોર ઇનોવેશન (એડવાન્સ રિસર્ચ) ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એન્ડ થેલ્સેમિયા ચેકઅપ કેમ્પમાં ભ્રાતા જોયનું રજીસ્ટ્રારશ્રી ડૉ.મનિષ પી.પરમાર દ્વારા પુષ્પગુચ્છ અને શબ્દોથી સ્વાગત અભિવાદન થયેલ. ત્યાં તેમણે ઉપસ્થિત રક્તદાન કરેલ તેવા ૭૦ જેટ્લા રક્તદાતા અને વિધ્યાર્થીઓ બંધુઓને રક્તદાન માટે પ્રેરણા પુરી પાડી પોતાનો આશય સ્પષ્ટ કરેલ. બ્રહ્માકુમારીઝ, સેકટર.૨૮,ગાંધીનગરના રાજયોગા ટીચર બી.કે.કૃપલબેને રકતદાનની સાથે સાથે રાજ્યોગના અભ્યાસથી વ્યસન, વિકાર અને બદીઓથી દૂર રહેવાની વિશેષ ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત કરવા નજીક્ના બ્રહ્માકુમારીઝ ખાતે આયોજિત સાપ્તાહિક કોર્ષ કરવાનું નિમંત્રણ આપેલ. જ્યારે પૂર્વ કોર્પોરેટર હર્ષાબા ધાંધલ, રોટરી ક્લબના પ્રમુખ ભ્રાતા પાર્થ ઠક્કર, બી.કે.ભરત શાહ પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ.