ગુજરાત

રાષ્ટ્રીય તહેવારોને લોકો હવે રજા તરીકે માણે છે.

આપણો ભારત દેશ અગાઉ અલગ અલગ પ્રાંતોમાં વહેંચાયેલો હતો અને દેશી રજવાડાઓની આણ પ્રવર્તતી હતી.આ દેશી રજવાડાઓના મોટાભાગના રાજાઓ ઐય્યાશ અને એશઆરામી હતા અને દરેક રજવાડાઓમાં અંદરોઅંદર કુસંપ હતો આ કુસંપનો ગેરલાભ ઉઠાવી વેપાર અર્થે આવેલા અંગ્રેજોએ મોકાનો ફાયદો ઉઠાવી, દેશી રજવાડાઓને એકબીજા સાથે લડાવી સત્તાના સૂત્રો હાંસિલ કર્યા અને આપણા દેશમાં જ આપણી ભોળી પ્રજા ગુલામ બની ગઈ. ત્યાર પછી પુન: આઝાદી મેળવવાને કાજે કેટલાય વીર સપૂતોએ પોતાનાં પ્રાણ ન્યોછાવર કરી દીધાં હતાં અને અંતે મોહનદાસ કરમચંદ ગાંધીના નેતૃત્વ હેઠળ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે આપણો દેશ ગુલામીમાંથી મુક્ત થયો હતો.આના કારણેજ લોકોએ આઝાદીનો જશ્ન મનાવ્યો હતો.૧૫મી ઓગસ્ટને આપણે આઝાદ દિન અથવા સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી આપણું સત્તાવાર બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું અને એના માનાર્થે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે.૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી એ ખરેખર તો આપણાં દેશ કાજે ખપી જનારા વીર સૈનિકો, વીર સપૂતો અને આઝાદીના લડવૈયાઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવાના દિવસો છે તથા આન, બાન અને શાનથી, આપણાં રાષ્ટ્ર ધ્વજ તિરંગાને સલામી આપવાનાં પર્વો છે.

પરંતુ બદલાયેલા સમયમાં હવે રાષ્ટ્ર ધ્વજની ગરિમા કોણ જાળવે છે? આપણાં બની બેઠેલાં દેશનેતાઓને પોતાની ખુરશીની જ પડેલી હોય છે એમના મતે દેશદાઝની કોઈ કિંમત હોતી નથી. આપણાં દેશનેતાઓને આપણું રાષ્ટ્રીય ગીત “જન ગન મન અધિનાયક જય હે” પણ પુરૂં ગાતાં આવડતું નથી. આવા દેશનેતાઓ પાસેથી દેશપ્રેમની શું અપેક્ષા રાખી શકાય? બીજી તરફ સામાન્ય પ્રજાજનો ૧૫મી ઓગષ્ટ અને ર૬મી જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાને બદલે બહાર ફરવાના પ્લાન બનાવે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ રજાના દિવસોને મજાનાં દિવસો ગણી મોજ મસ્તી કરે છે તો ઘણાં ઘરોમાં આરામ ફરમાવવાનું વિચારે છે. આમ આપણે બધાં દિવસે દિવસે આઝાદીની ગરિમા અને મહત્તા ભુલતાં ગયાં છીએ અને હવે રાષ્ટ્રીય તહેવારો માત્ર એક પ્રોટોકોલ (શિષ્ટાચાર) તરીકે જ રહી ગયાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x