ગાંધીનગરગુજરાત

કલેકટર મેહુલ દવેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત થનાર વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર તા.04 ડિસેમ્બર –
કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના હસ્તે તા.5 ડિસેમ્બરના રોજ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં લોકાર્પિત થનાર વિકાસ પ્રકલ્પોના કાર્યક્રમો અંગે બેઠક યોજાઇ હતી.     આ બેઠકમાં તમામ સ્થળો ખાતે સુરક્ષા, પાણી, પાર્કિંગ, વીજળી,રોડ સહિત અન્ય બાબતોના આયોજનની સમીક્ષા કરી કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો સૂચવ્યા હતા. કલેક્ટરશ્રીએ ગાંધીનગર શહેરમાં થનાર અંદાજે 68 કરોડના વિકાસ પ્રકલ્પો તથા મોટી આદરજ ખાતે નવનિર્મિત પી.એચ.સી, પુનઃ નિર્મિત પ્રાથમિક શાળા અને પી.એન.જી ગેસ લાઇનના લોકાર્પણ પ્રસંગની આવશ્યક તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્મા તથા સંલગ્ન વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *