ગાંધીનગરગુજરાત

અહમદપુર પ્રાથમિક શાળા ખાતે 74મા ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવી

આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાં 74 મા ગણતંત્ર દિવસની ઊજવણી કરવામાં આવી.આ પ્રસંગે દિકરીની સલામ,દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલ દિકરી જીનલબેન પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.આજના કાર્યક્રમની શરૂઆત પ્રભાતફેરી અને સુત્રોચ્ચાર સાથે કરવામાં આવી.આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમ બાદ ગત છેલ્લા એક વર્ષમાં દિકરીને જન્મ આપનાર માતા-પિતાનું શાળા દ્વારા પ્રમાણપત્ર અને સરપંચશ્રી દ્વારા વૉકર-સાયકલ ભેટ આપી સન્માન કરવામાં આવ્યુ.સાથે સાથે ધ્વજવંદન કરાવનાર દિકરીનું પણ પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું.આજના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા શાળાના મદદનીશ શિક્ષિકાબેનશ્રી પારૂલબેન પટેલને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ઍનાયેત કરવામાં આવ્યું.અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા પ્રત્યેક વર્ષે શાળાની સિદ્ધિઓને ઉજાગર કરતા પાંચમા વાર્ષિક અંક “મુસ્કાન” નું વિમોચન કરવામાં આવ્યું.આજરોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત,અભિનયગીત,નાટક, એકપાત્રિય અભિનય,વક્તવ્ય,ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા.આ સાથે વાલી મિટીંગ પણ કરવામાં આવી.આજના કાર્યક્રમમાં સરપંચશ્રી,ઉપ સરપંચશ્રી,એસ.એમ.સી.અધ્યક્ષ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા શાળાના ચાલુ વર્ષના ગુણોત્સવ પરિણામ,શાળાના વિદ્યાર્થીઓની નિયમિતતા અને શાળાની ભૌતિક સુવિધાઓમાં કઈ રીતે વધારો કરવો તેની ચર્ચા કરી.સરપંચશ્રીએ ગ્રામજનો વતીથી શાળાને મદદરૂપ થવાની ખાતરી આપી.આ પ્રસંગે શાળાને 35000 થી વધુ રકમનું દાન મળ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.ઉપસ્થિત સર્વેની આભારવિધિ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x