માધવગઢ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
26 જાન્યુઆરી 2023 ના રોજ અમારી શાળામાં 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ,સભ્ય ગણ, એસએમસી સભ્યગણ તેમજ સમસ્ત ગામ લોકો હાજર રહ્યા હતા. ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે તેમજ સરપંચની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા જેમાં શહીદોને યાદ કરવામાં આવ્યા. ગામના તમામ લોકોએ બાળકોને તેમજ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત ગામમાં 2022ના વર્ષમાં જન્મેલી દીકરીઓને પણ આમંત્રણ આપી પ્રોસાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે આભાર વિધિ કરી બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.