ahemdabad

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદના NCCના બે કેડેટ્સે દિલ્હી ખાતે યોજાયેલ કર્તવ્ય પથ પરેડમાં ભાગ લીધો

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ (સાંજ) અમદાવાદના NCCના બે કેડેટ્સ SUO આયુષ મિશ્રા તથા JUO સુધાંશુ ત્રિવેદીએ 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે યોજાયેલ કર્તવ્ય પથ પરેડમાં ભાગ લઇ ગુજરાત કૉલેજનું ગૌરવ વધાર્યું છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્વોપદી મુર્મું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પરેડમાં ભાગ લેવાની આ બંન્ને વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિને કૉલેજના આચાર્યશ્રી ડૉ. હિમ્મત ભાલોડિયા તથા સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા બિરદાવવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે યોજાતી આ પરેડ માટે કૉલેજના NCC કેડેટ્સને 1 GUJ BNના કમાન્ડીંગ ઓફિસર કર્નલ પ્રવીણ ઐયર, ADM Officer લેફ્ટનન્ટ કર્નલ સતીશકુમાર તથા PI સ્ટાફ દ્વારા ઉચ્ચ સ્તરીય તાલીમ પૂરી પાડી વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૉલેજના NCC કેડ્ટસની આ સિદ્ધિમાં કૉલેજના આચાર્યશ્રી અને NCC ઓફિસર લેફ્ટનન્ટ વિનોદ મોવલિયા તથા NCC સમિતિના સભ્ય ડો.ભાવિન પરમાર તથા ડો.નિરાલી શાહે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x