ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,(સાંજ) અમદાવાદ ખાતે 74મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરાઇ
ગુજરાત કૉલેજ કેમ્પસ પરિવાર દ્વારા 26મી જાન્યુઆરી-2023, 74મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કેમ્પસની ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ(સાંજ), અમદાવાદના યજમાન પદે કરવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ તરીકે બ્રિગેડિયર શ્રી એન. કે.રાયજાદા(ગ્રુપ કમાન્ડર અમદાવાદ N.C.C.) અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકી તથા લેફ્ટનન્ટ કર્નલ સતીષકુમાર(એડમ ઓફિસર 1-ગુજરાત બટાલિયન N.C.C.) ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પસની ત્રણેય કૉલેજના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ અને N.C.C., N.S.S. અને Sportsના વિદ્યાર્થીઓ, G.S. તથા L.R. ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ આચાર્યશ્રી એચ.ડી. ભાલોડિયા સાહેબે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર આપ્યો હતો અને આગામી સમયમાં દેશમાં યોજાનાર G-20 સમિટ વિશે માહિતિ આપી હતી. ત્યાર બાદ બંને મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યાર બાદ કેમ્પસની ત્રણેય કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વિશેના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. જેમાં કેમ્પસનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.