ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલયના બાળકો એ ભારત પાકિસ્તાન બોર્ડર પર ત્રિરંગા ને સલામી આપી.
ખેડબ્રહ્મા શહેર ની શ્રી જ્યોતિ વિદ્યાલય ના બાળકો દ્વારા રાજસ્થાનનો શૈક્ષણિક પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો.
જેમાં જોધપુર, રણુજા, જેસલમેર, તનોડ,લોંગેવાલા ભારત પાકિસ્તાન બોર્ડર પ્રવાસ ના સ્થળો હતા.
સાથે આજે 26 જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ દિવસે ભારત પાકિસ્તાન મોંઘેવાલા બોર્ડર પર બાળકોને જોગાનું જોગ લઈ જવાનું સદભાગ્ય સાંપડ્યું હતું
જેમાં ભારત પાકિસ્તાન સાથે બોર્ડર પર થયેલ યુદ્ધ લોંગેવાલ બોર્ડરના સ્થળ પર જવાનું થતા
ત્યાંના બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનો સાથે ભારત પાકિસ્તાન યુદ્ધ ની માહિતી મેળવી 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભારતની આન બાન અને શાન સમા ત્રિરંગાને બાળકો દ્વારા સલામી આપવામાં આવી હતી
બોર્ડર ફિલ્મના દ્રશ્યો સાથેની નાની ફિલ્મ નિહાળી ભારત પાકિસ્તાન ઝીરો બોર્ડર ઉપર બાળકોને સ્થળ ઉપર લઈ જઈ વંદે માતરમના નારા સાથે વાતાવરણને રાષ્ટ્રીય પર્વ ના શુભ દિનની બોર્ડર ઉપર તેના બીએસએફના જવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ચાલતી ગતિવિધિઓની સંપૂર્ણ માહિતી બીએસએફના મેજર દ્વારા મેળવવામાં આવી હતી
સલામ છે એવા જાંબાજ ભારતીય વીર સપૂતોને
સલ્યુટ ધ બ્રેવ.
રીપોર્ટ: ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા