ડીસા ઇકરા માધ્યમિક હાઈસ્કૂલ માં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ
ડીસા વિકાસ ફોઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત જે ડી મેમણ પ્રાથમિક શાળા તથા ઇકરા માધ્યમિક સ્કૂલ માં ૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની આન, બાન અને શાન થી ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડો એ એ મેમણે (હિંમતનગર) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડો એ એ મેમણે જણાવ્યું કે મન હોય તો માળવે જવાય તે દરેક વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માં મન લગાવે તો જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાય પોતે ગરીબી માં ભણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી માટે દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ માં રુચિ લગાવે તો જરૂર સફળ બની દેશ ની સેવા કરવા આહવાન કરેલ
આ પ્રસંગે શાળા બાળકો તથા બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી દરેક ના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે નદીમભાઈ મેમણે જણાવ્યું કે ધો૧૦ પછી દીકરીઓ માટે ૩૦ લાખ ના મશીન વસાવ્યા છે સીવણ કલાસ સહિત અનેક હુન્નરો સોખી પોતાની કારકિર્દી બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે હાજી હનીફભાઈ મેમણ( પ્રમુખ), રફીકભાઈ એન્જિનિયર (સિદ્ધપુર), હાજી તાહિર હુસેન સોલંકી, હાજી મુરાદભાઈ શેખ, જાકિરભાઈ મેમણ, ( હિંમતનગર), નદીમભાઈ મેમણ, (ચંડીસર),
મોહસીનભાઈ (મહેસાણા), હનીફભાઈ સલાલવાળા, અબ્દુલસત્તારભાઈ (હિંમતનગર),ફેઝનભાઈ શેખ ( આચાર્ય), સોહિલભાઈ મેમણ ( આચાર્ય),
સહિત હાજર રહ્યા હતા સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન સમીરભાઈ મેમણ તથા ઝાકેરા બેન સૈયદે કર્યું હતું