ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી, અચાનક માથા પર કંઈક ઉડતું જોઈ મુખ્યમંત્રી પણ ચોંક્યા!

તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વહેલી સવારે વડોદરાના પ્રવાસે હતા. તે સમયે તેમની સુરક્ષામાં મોટી ચુક સામે આવી. અને આ પ્રકારની ખામી જાઈને બે ઘડી માટે ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ડગાઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા હતાં. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાની મુલાકાતે હતાં. જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં. એ સમયે સુરક્ષામાં મોટી ખામી સામે આવી.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક સામે આવતા એકદમથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતાં. મહ¥વનું છેકે, કોઈપણ પ્રકારે ડ્રોન ઉડાડવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાડવું એ એક ગુનો બને છે. એમાંય જ્યારે સીએમ જેવી મહ¥વની વ્યÂક્ત કોઈ સ્થળની મુલાકાતે હોય ત્યારે ત્યાં આ પ્રકારે તેમની નજીક ડ્રોન ઉડાડવું એક સુરક્ષામાં મોટી ખામી છે. તેથી ગૃહ વિભાગ દ્વારા આની તપાસ પણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં આવેલાં કમાટીબાગ ખાતે બાળ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બાળ મેળાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સીએમ વડોદરા પહોંચ્યા હતાં. તે સમયે બાળમેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જાવા મળી. મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ પોલીસ મંજૂરી વગર ડ્રોન કેમેરા ઉડાડવા લાગ્યાં. પોલીસના ચેકીંગ વગર જ ડ્રોન કેમેરા સાથે એક ઈસમ સ્ટેજ પાસે પહોંચી ગયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x