આગથળા પોલીસે સોલાર પ્લેટોની 14 લાખથી વધુની ચોરી મામલે બે આરોપીને ઝડપ્યા
લાખણી:- આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના કમોડી ગામે આવેલા સોલાર ફાર્મમાંથી 14 લાખ, 96 હજાર થી વધુની ચોરી અંગો ફરિયાદ નોંધી હતી. ત્યારે આ ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ આગથળા પોલીસે ઉકેલ્યો છે. પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા. જે બાદ મુદ્દામાલ રીકવર કરી કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ મેળવી બાકી મુદ્દામાલ તેમજ સહ આરોપી સબંધે વધુ તપાસ હાથ ધરી છે
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ ક્ચ્છ – ભુજ જે.આર.મોથલીયા, તેમજ અક્ષયરાજ,પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે, ડો.કુશલ ઓઝા, ના.પો.અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓ તથા એસ.એમ.ચૌધરી,સર્કલ પો.ઇન્સ . નાઓના માર્ગદર્શન મુજબ,આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો તા 30 / 12 / 2022 ના નોંધાયેલ હોઈ જેની તપાસ એન.એચ.રાણા, પો.સબ.ઇન્સ આગથળા પો.સ્ટે નાઓ કરી રહેલ હોઇ ગુના સબંઘે હકીકત મેળવવા સ્ટાફના માણસોને જરૂરી સૂચનાઓ કરી હતી.
આ સૂચનાઓને આધારે પો.સ્ટે.માં ફરજ બજાવતા અ.પો.કોન્સ પ્રકાશભાઇ બાબુભાઇ નાઓએ પોતાના બાતમીદારોથી હકિકત મેળવતાં સાહેદ દશરથભાઇ શાંતીભાઈ પરમાર રહે.કમોડી તા.લાખણી વાળાઓની પીક – અપ જીપા ડાલાનો આરોપીઓએ મુદ્દામાલ ચોરી કરવામાં ઉપયોગ કરેલાની હકીકત જણાઈ આવતાં સાહેદને પો.સ્ટે લાવી તેની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતાં ( 1 ) કનુભાઇ મણાભાઈ જાતે.ડાભી રહે.રામસણ તા.ડીસા, ( 2 ) પ્રભુભાઈ ઉકાભાઈ જાતે.પરમાર રહે.કમોડી તા.લાખણી, ( 3 ) રતીલાલ ઉકાભાઈ પરમાર રહે.કમોડી તા.લાખણી, ( 4 ) જેઠાભાઈ મગનભાઈ પરમાર રહે.ડેકા તા.લાખણી, ( 5 ) ડાયાભાઈ મણાભાઈ ડાભી રહે.રામસણનાઓ દ્વારા ચોરી કરવામાં આવેલ હોવાની અને કેટલોક મુદ્દામાલ આરોપી કનુભાઈ ડાભી વાળાના ઘરે પડેલ હોવાનું જણાવતાં તેઓને સાથે રાખી ઝડતી તપાસ કરતાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 30 નંગ સોલાર પ્લેટો
કિ.રૂ 5 લાખ 67 હજારનો મુદ્દામાલ મળી આવતાં મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલ પીક – અપ જીપ તપાસના કામે કબ્જે કરી અન્ય આરોપીઓની તપાસ કરતાં પ્રભુભાઈ પરમાર નાઓ ઘરે મળી આવતાં બન્નેને પોલીસ સ્ટેશન લાવી ગુન્હાના કામે અટક કરી સહ આરોપીઓ તેમજ બાકીના મુદ્દામાલ રીકવર કરવા માટે બન્ને આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી દિન -5 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી બાકી મુદ્દામાલ તેમજ સહ આરોપીઓ સબંધે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.