ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લાના હવામાનમાં પલટો, મધરાતથી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો પરેશાન

રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં ઘેરા વાદળો ઘેરાયા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. દહેગામ પંથકમાં ગઇકાલે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં તોફાનો થયા હતા. જેની અસર આજે સવારે પણ બદલાઈ નથી.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની અસર જોવા મળી છે. ગત રાત્રિથી આજે સવાર સુધીમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદને કારણે ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે.

ગાંધીનગરના રાયસણ, કુડાસણ, સરગાસણ અને સેક્ટર વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. બ્લાઈટ રોગ બટાકા, ચણા, તમાકુ સહિતના ઘણા રવિ પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. વાદળછાયું વાતાવરણ શાકભાજીના પાકમાં જીવાતો અને ઈયળોના ઉપદ્રવમાં વધારો કરી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી આકાશ વાદળછાયું રહેશે.
30મીથી રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડશે
ના ઉલ્લેખ કર્યો છે, જે દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં હોઈ શકે છે. 30મીથી રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *