ખોડીયાર માતાજીના પ્રાગટ્ય દિવસની માધવગઢ ગામમાં ભવ્ય ઉજવણી
ગાંધીનગર જીલ્લાના માધવગઢ ગામમાં સંવત ૨૦૭૯ મહાસુદ આઠમ અને રવિવારને તા. ૨૯ જાન્યુઆરીના રોજ ખોડિયાર માતાજીની જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
માધવગઢ ગામમાં ખોડિયાર માતાજીની ના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે હવન તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સંપૂર્ણ આયોજન આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળ ધ્વારા કરવામાં આવ્યું હતું. માધવગઢ ગામમાં આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળ ધ્વારા અનેકવિધ વિકાસ કાર્યો પણ કરવામાં આવ્યા છે.
આ ખોડિયાર માતાજીની જયંતી નિમિત્તે યોજાયેલ હવન તથા રાસ ગરબામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને માધવગઢમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.