ગાંધી નિર્વણદિન નિમિતે ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે વિવિધ કાર્યક્રમો નું આયોજન
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત ગાંધી નિર્વાણદિન નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સરદાર ઉપાસના મંદિરમાં ગાંધી સાંપ્રત સમયમાં સામાજિક નિસ્બત વિષય પર ઇતિહાસ વિષયના અધ્યાપક ડૉ. વિક્રમસિંહ અમરાવત એ વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધી વિચારોની વર્તમાન સમયમાં કેટલી પ્રસ્તુતતા છે અને સામાજિક નિસ્બત કેટલી છે તેની ઉદાહરણ સહિત ચર્ચા કરી હતી. ડૉ.ગાયત્રી દત મહેતા અને જયેશ ભાઈ રાવલ એ ગાંધી વિચારની પરીક્ષાનું આયોજન કર્યું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોષી ના માર્ગદર્શન મુજબ પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતી દેવું અને ડૉ.દિવ્યેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ.