અરવલ્લીઃ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની ધરપકડ ATS કરી
આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2295 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાવવાની હતી પરંતુ પરીક્ષા યોજાય તે પહેલા વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે
આ પેપર ફોડવામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે ગુજરાતના પાંચ આરોપીઓ અને બીજા રાજ્યોના 10 આરોપીઓ સામે ગાળિયો કસાયો છે
ત્યારે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કાંડમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી અને અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવી છેઆ પેપર લીક કાંડમાં કુલ ચાર એજ્યુકેશન ગ્રુપ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું એક ગ્રુપ જે શિક્ષણ વ્યવસાય સંબંધી કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે.બાયડનો આરોપી કેતન બારોટ વૈભવી કારનો શોખ ધરાવે છે. તેનું આખું કુટુંબ એજ્યુકેશન ટ્રસ્ટો સાથે જોડાયેલું છે. કેતન બારોટ અગાઉ પણ બોગસ એડમિશન કાંડમાં તિહાડ જેલમાં રહી ચુક્યો છે.
બાયડ ના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખુલી છે યુવાનોના ભવિષ્યને બગાડનાર કેતનનું જીવન વૈભવી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કેતન બારોટ નામનો આરોપી નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવવા બોગસ એડમિશન મામલે દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખ ધંધો ચલાવે છે.તે છેલ્લા નવ વર્ષથી એડમિશનના નામે વિદ્યાર્થીઓના જીવનને બગાડી રહ્યો છે દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીક કાંડમાં હવા ખાઈ ચૂકેલા કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે ઘણી સંપત્તિ ધરાવે છે. હાલ ગુજરાત એટીએસ તેની ટીમ પૂછપરછ કરી રહી છે.