કાંકરેજ તાલુકાના ઝાઝા વડા ગુરુગાદી થરા નગરમાં આજે સમસ્ત ભરવાડ સમાજની 1600 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા
થરા નગરે ખાતે યોજાયેલ પંચામૃત સમૂહ લગ્ન મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ ચાલનારા સમૂહ લગ્ન મહોત્સવમાં ચાર રાજ્યોમાંથી આવેલી 1600 જાનુ ના આગમન બાદ થરા નગરે સવારે 5:00 વાગ્યા થી બપોરે 2:00 વાગ્યા સુધીમા ભરવાડ સમાજની 1600 દીકરીઓના લગ્ન સંપન્ન થયા
થરા નગરે યોજાયેલા ભરવાડ સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં ગુજરાત તેમજ અન્ય 3 રાજ્યમાંથી આવેલા લગભગ એક લાખથી વધારે લોકોએ હાજરી આપી
સમૂહ લગ્ન સ્થળમાં પ્રવેશ માટે અલગ અલગ ઝોન પાડવામાં આવેલા તેમાં પોતાને ફાળવવામાં આવેલ ગેટમાંથી મંડપ પ્રવેશ બાદ જાન તેમજ માંડવા ના મહેમાનોએ પોતાના વરગડીયા ને ફાળવેલ લગ્ન ચોરીમાં પ્રવેશ મેળવી ધામધૂમથી બ્રાહ્મણોના મંત્રો ચાર સાથે લગ્ન વિધિ સંપન્ન કરી હતી
સમૂહ લગ્નની વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હજારો સ્વંય સેવકોએ ખડે પગે ઊભા રહી સમૂહ લગ્નમાં પધારનાર મહેમાનોનું ધ્યાન રાખી વિશાળ સંખ્યામાં યોજાયેલા ભરવાડ સમાજના સમુહ લગ્ન મા સહાયકની ભૂમિકા ભજવી હતી
થરા નગરે યોજાયેલા ભરવાડ સમાજના સમુહ લગ્નમાં
રમેશભાઈ ઓઝાના મુખે ભાગવત સપ્તાહ શ્રવણ કરવાનો મોટી સંખ્યામાં પધારેલા મહેમાનો લાભ લીધો હતો
આજે યોજાયેલા સમૂહ લગ્નના ભાગરૂપે જમણવાર માટે એક સાથે એક લાખ લોકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે બનાવેલા વિશાળ ભોજન મંડપમાં એકી સાથે હજારો મહેમાનોએ ભોજન પ્રસાદ લીધો હતો
ભરવાડ સમાજના વિશાળ
સંખ્યામાં યોજાયેલા સમૂહ લગ્નમાં પધારેલા મહેમાનોએ અપને આપ શિષ્ટાચાર કેળવીને કોઈને પણ અડચણ ન પડે તે પ્રકારનો વ્યવહાર કરીને માનવ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
આવતીકાલે ભરવાડ
સમાજની બાકીની 1601 દીકરીઓના લગ્ન લેવાના છે ત્યારે લગ્ન મંડપમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારનાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય નેતાઓ પધારવાના હોય ત્યારે તેમની સુરક્ષા માટે બનાસકાંઠાજિલ્લા એસપી અક્ષય રાજ મકવાણા શિહોરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ રાયજાદા તેમજ થરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ તેમજ જિલ્લાની અન્ય સુરક્ષા એજન્સીઓએ દ્વારા સુરક્ષાને લગતી બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ