ગુજરાત

૨૦૦૨ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું અમે ફક્ત પથ્થરમારો કર્યો હતો, પણ અમને સજા આજીવન કેદની મળી છે ઃ આરોપીઓ

ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. કુલ ૨૭ દોષિતોએ જામીન અરજી દાખલ કરી છે. આરોપીઓ વતી કહેવામાં આવ્યું હતું કે અમારો દોષ માત્ર એટલો હતો કે અમે માત્ર પથ્થરમારો કર્યો હતો, પરંતુ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે કહ્યું કે, માત્ર પથ્થરમારો જ નહીં, આ લોકોએ ટ્રેનની કેટલીક બોગીને પણ આગ લગાવી દીધી. કુલ ૨૭ દોષિતોએ અરજી દાખલ કરી છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં લગભગ ૧૭ વર્ષથી જેલમાં રહેલા આ કેસના આરોપીઓની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, પથ્થરબાજીના આરોપીઓની જામીન પર વિચાર કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. ગોધરા કાંડના કુલ ૨૭ દોષિતોએ જામીન અરજી કરી છે. આરોપીઓએ કોર્ટમાં દલીલ કરી છે કે તેમનો દોષ માત્ર પથ્થરબાજીનો હતો. તેઓએ માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં આરોપીઓએ કહ્યું કે તેઓએ માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો, આગ લગાવી નથી. આ ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ છે. જ્યારે ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે કહ્યું હતું કે માત્ર પથ્થરમારો જ નહીં, આ લોકોએ ટ્રેનની બોગીમાં આગ પણ લગાવી હતી. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં કેટલાક આરોપીઓને આજીવન કેદ અને કેટલાકને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.
એસજી તુષાર મહેતાના આ જવાબ પર સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે શું તમે વિભાજિત કરી શકો છો કે કોને આજીવન કેદ અને કોને ફાંસીની સજા થઈ છે. એસજીએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમની ભૂમિકા માત્ર પથ્થરબાજીની હતી. પરંતુ જ્યારે તમે બોગીને બહારથી લોક કરો, આગ લગાડો, પછી પથ્થરમારો કરો, તો માત્ર પથ્થરમારો નથી.
આ મામલે ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પણ સુનાવણી થઈ હતી. આરોપીની અપીલ અરજી ૨૦૧૮થી સુપ્રીમ કોર્ટમાં પેÂન્ડંગ છે. આ મામલાની સુનાવણી ચીફ જÂસ્ટસ ડીવાય ચંદ્રચુરણ અને પીએસ નરસિમ્હાની બેંચમાં થઈ હતી. લગભગ ૧૭ વર્ષથી જેલમાં રહેલા આ કેસના આરોપીઓની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે પથ્થરબાજીના આરોપીઓને જામીન પર વિચાર કરી શકાય છે.
જા કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. કહ્યું કે આ માત્ર પથ્થરબાજીનો મામલો નથી. આરોપીઓએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ચોક્કસ સમુદાયના મુસાફરોને નિશાન બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેના કારણે ૫૯ હિન્દુ મુસાફરોના મોત થયા છે. આ કે સમાં ગુજરાત હાઈકોર્ટ વર્ષ ૨૦૧૭માં જ ૧૧ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. અન્ય વીસને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *