મનોરંજનરાષ્ટ્રીય

અધૂરી રહી ગઈ હતી કાદર ખાનની આ ઈચ્છા, જેમાં હતું બિગ-બીનું નામ

નવી દિલ્હી :

બોલિવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાન હવે દર્શકોની વચ્ચે નથી રહ્યા. તે ગત કેટલાક દિવસોથી બીમાર હોય છે. કાદર ખાનના નિધનથી આજે સમગ્ર દેશ શોકની લાગણીમાં છે. એક નજીકના સંબંધી અહેમદ ખાને જણાવ્યું કે, વહેલી સવારે ચાર વાગ્યે તેમનું નિધન થયું. તેમની અંત્યેષ્ટિ આજે ટોરન્ટોના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.

પ્રસિદ્ધ લેખક પણ હતા કાદર ખાન
અભિનેતાની સાથે સાથે કાદર ખાન એક પ્રસિદ્ધ લેખક પણ હતા. અનેક ફિલ્મોના ડાયલોગ્સ તેમણે જાતે જ લખેલા છે. ખાસ કરીને બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની અનેક સુપરહીટ ફિલ્મોના દમદાર ડાયલોગ્સ પાછળ કાદર ખાનનો જ હાથ હતો. બિગબીની સુપરહીટ ફિલ્મો જેમ કે, અમર અકબર એન્થોની, લાવારીસ, શરાબી, સત્તે પે સત્તા, નસીબ, મુકદ્દર કા સિંકદરના ડાયલોગ્સ કાદર ખાને જ લખ્યા હતા. કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને 250થી વધુ ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યાં છે.

આ ઈચ્છા રહી ગઈ અધૂરી
મીડિયા રિપોર્ટસ અનુસાર, કાદર ખાનની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. કાદર ખાન અમિતાભ બચ્ચન, જયા પ્રદા અને અમરીશ પુરીને લઈને ‘જાહીલ’ નામની ફિલ્મ બનાવવા માંગતા હતા. તે ફિલ્મનું નિર્દેશન તેઓ ખુદ કરવા માંગતા હતા. પરંતુ નસીબને તેમની આ ફિલ્મ બનવું મંજૂર ન હતું. કહેવાય છે કે, કાદર ખાનની આ ફિલ્મના વિચાર બાદ ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા અને તેઓ અનેક મહિના હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા.

…જ્યારે કાદર ખાનના અભિનયથી ઈમ્પ્રેસ થઈને દિલીપ કુમારે આપી હતી ‘મોટી ઓફર’

અમિતાભ બચ્ચન સાથે મતભેદ સર્જાયા
અમિતાબ બચ્ચન જ્યારે હોસ્પિટલમાંથી પરત ફર્યા, તો કાદર ખાન પોતાની બીજી ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ વચ્ચે જ અમિતાભ રાજનીતિમાં જતા રહ્યા હતા. કહેવાય છે કે, કાદર ખાન અને બિગબી વચ્ચે એટલા અણબનાવ વધ્યા કે, તે ક્યારેય દૂર થઈ ન શક્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x