રમતગમત

AUS vs IND : શું સિડનીમાં ઈતિહાસ રચશે ભારત, 40 વર્ષથી છે જીતનો ઇંતજાર

નવી દિલ્હીઃ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની નિર્ણાયક મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી રમાશે. વિરાટની આગેવાનીમાં ટીમ જ્યારે અહીં ઉતરશે તો તેની પાસે ઈતિહાસ રચવાની તક હશે. સિડની ટેસ્ટ ડ્રો થવા કે જીતવાની બંન્ને સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સિરીઝ પોતાના નામે કરશે. બીજીતરફ સિરીઝ હારથી બચવા માટે યજમાન ટીમે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. ભારતની પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાની પ્રથમવાર તક છે. જો ભારતીય ટીમ અહીં ટેસ્ટ સિરીઝ જીતે તો વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ કેપ્ટન હશે.

40 વર્ષથી જીતની રાહ
એસસીજીના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતનો રેકોર્ડ સારો નથી. ટીમ ઈન્ડિયાને આ મેદાન પર ટેસ્ટ જીતનો 40 વર્ષનો ઇંતરાજ છે. ભારત અહીં પ્રથમવાર અને છેલ્લીવાર 1978મા જીત્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન બિશન સિંહ બેદીના હાથમાં હતી. ત્યારબાદ ઘણા કેપ્ટન આવ્યા પરંતુ પરિણામ જીતમાં ન અપાવી શક્યા. આ વખતે ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા પાસે બેદીના પ્રદર્શનને રિપીટ કરવાની શાનદાર તક છે.

સિડની ટેસ્ટ માટે ટીમની જાહેરાત

11 મેચોમાં માત્ર એક જીત
ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર સિડનીમાં ડિસેમ્બર 1947મા ટેસ્ટ મેચ રમી હતી. તે ડ્રો રહી હતી. ત્યારથી અત્યાર સુધી કુલ 11 ટેસ્ટ અહીં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ છે. ભારત માત્ર એકવાર જીતી શક્યું છે. પાંચ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે, જ્યારે બાકીની પાંચ મેચ ડ્રો રહી છે. બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ અહીં કુલ 106 મેચ રમી છે, જેમાં 59મા વિજય મળ્યો છે. તો તેને 28મા હાર અને 19 ટેસ્ટ ડ્રો રહી છે.

ભારતની પાસે 2-1ની લીડ
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટમાં 31 રનથી વિજય મેળવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાન ટીમે 146 રનથી વિજય મેળવતા સિરીઝ બરોબર કરી લીધી હતી. હાલમાં ભારત પાસે 2-1ની લીડ છે.

સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમ (13 સભ્યો): વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, આર.અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x