ગાંધીનગર ખાતે “જે.એસ.પટેલ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ”નું આયોજન
ગાંધીનગરના સાર્થક ફાઉન્ડેશન તથા હેપ્પી યુથ ક્લબ દ્વારા ગાંધીનગરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી અને ક્રિકેટ રમવામાં રસ ધરાવતી દિકરીઓને ટુર્નામેન્ટમાં રમવાની તક પુરી પાડવાના હેતુથી તારીખ ૧૩, ૧૪ અને ૧૫ ફેબુઆરી ૨૦૨૩ દરમ્યાન “જે.એસ.પટેલ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં ગાંધીનગર શહેર વિસ્તારની શાળાની ૧૦થી ૧૭ વય ધરાવતી દિકરીઓની ટીમ ભાગ લઇ શકશે. ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ સુધીની બધી જ મેચો ૧૦ ઓવરની રમાડવામાં આવશે જ્યારે સેમી ફાઇનલ અને ફાઇનલ ૨૦ ઓવરની રમાડવામાં આવશે. ટુર્નામેન્ટ ઉદઘાટન કાર્યક્રમ તા.૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૩, સોમવાર, સવારે ૮ કલાકે કોબા સર્કલ નજીક જે. એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અાયોજિત કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૮મી ફેબ્રુઆરી સાંજે પાંચ વાગ્યા સુધીની રાખવામાંઅાવી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કુ.દર્શનબા રાજપૂતનો મો.નં.૯૯૯૮૦ ૭૬૪૦૨ અથવા સમીર રામીનો મો.નં. ૯૯૨૪૪ ૪૬૬૪૫ પર સંપર્ક સાધી શકાશે. ટુર્નામેન્ટમાં વહેલાં તે પહેલાંના ધોરણે ટીમને પ્રવેશ આપવામાં આવશે.