ગુજરાત

સાઉથની ફિલ્મ ‘થલપતિ ૬૭’ માં સંજય દત્તની દમદાર એન્ટ્રી, મેકર્સે જાહેર કર્યો એક્ટરનો લુક

થલપતિ વિજયની ફિલ્મ ‘થલપતિ ૬૭’ અત્યારે ખૂબ ચર્ચામાં છે. એક બાદ એક ફિલ્મની સ્ટારકાસ્ટ સામે આવી રહી છે. સાથે જ તેમનો લુક પણ જાહેર થઈ રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્તનો પણ નેગેટીવ રોલ જાવા મળશે. દ્ભય્હ્લ ૨ બાદ વિલન તરીકેની ભૂમિકામાં તેમની આ બીજી ફિલ્મ છે. થલપતિ ૬૭થી તેમનો લુક પણ સામે આવ્યો છે જે ખૂબ દમદાર છે.

મેકર્સે થલપતિ ૬૭ માંથી સંજય દત્તનો દમદાર લુક શેર કરવાની સાથે તમિલ સિનેમામાં તેમનું સ્વાગત કર્યુ છે. કેજીએફ ૨ ની સફળતા બાદ સંજય દત્ત સાઉથ સિનેમાના ડિમાÂન્ડંગ એક્ટર બની ગયા છે. સંજૂ બાબા પણ દક્ષિણ ફિલ્મો માટે ના પાડી રહ્યા નથી એટલા માટે જ તેમની પાસે એક બાદ એક ફિલ્મ આવી રહી છે.
રિપોર્ટ અનુસાર થલપતિ ૬૭ માટે સંજય દત્ત તગડી રકમ વસૂલી રહ્યા છે. સંજય દત્તે ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. તેઓ આ ફિલ્મનો ભાગ બનીને ખૂબ ખુશ છે. ફિલ્મના મેકર્સ દ્વારા તેમનું એક નિવેદન પણ શેર કરવામાં આવ્યુ છે જેમાં લખ્યુ છે, જ્યારે મે થલપતિ ૬૭નો વન લાઈનર સાંભળ્યુ, તે સમયે મે નક્કી કરી લીધુ હતુ કે મારે આ ફિલ્મનો ભાગ બનવાનું છે. આ સફરની શરૂઆત કરતા હુ ખૂબ રોમાંચિત છુ.
ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. હાલ થલપતિ ૬૭ ના નામથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ એક એક્શન Âથ્રલર ફિલ્મ હશે જેનું નિર્દેશન લોકેશ કનગરાજ કરી રહ્યા છે. લોકેશ અગાઉ વિક્રમ જેવી સુપરહિટ ફિલ્મને ડાયરેક્ટ કરી ચૂક્યા છે. ફિલ્મમાં વિજય, સંજય સિવાય તૃષા, પ્રિયા આનંદ, ગૌતમ મેનન, અર્જુન સરજા અને મંસૂર અલી ખાન જેવા કલાકાર જાવા મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *