આર્ટ્સ કોલેજ શામળાજીમાં G 20 સમિટ અંતર્ગત ‘ભારતીય સંસ્કૃતિ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું
તાજેતરમાં શ્રી કે. આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજીમાં કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ‘ભારતીય સંસ્કૃતિ’ વિષય પર G20 સમિટ 2023 અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત વિભાગના ડૉ. વર્ષાબેન પટેલે ભારતીય સંસ્કૃતિ શું છે તેમજ વિદ્યાર્થીઓને સંસ્કારોનાં સિંચન માટે ભારતીય સંસ્કૃતિ અંગે સવિશેષ અવગત કર્યા હતા. .પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની તુલના કરી ભારતીય સંસ્કૃતિ સર્વ શ્રેષ્ઠ છે તે અંગેની માહિતી આપી હતી. અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી દૂર રહેવાની શીખ આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન G20 નાં કોઓર્ડિનેટર ડૉ. માલતી પટેલે કર્યું હતું. કોલેજના સૌ સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.