વિજાપુર એપીએમસી ચૂંટણી નો માહોલ ગરમાયો ત્રણ મંડળી રદ્દ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી
વિજાપુર તાલુકાની એપીએમસીની ચૂંટણીમાં કમલેશભાઈ પટેલ તેમજ રાજુભાઇ પટેલની મંડળીઓ મતદાન કે ઉમેદવારી ના કરી શકે તે માટે પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ સમર્થન જૂથ દ્વારા ખરીદ વેચાણ વિભાગની ત્રણ મંડળીઓ રદ્દ કરવાની અરજી મૂકવામાં આવી હતી જે અરજી હાઇકોર્ટે ફગાવી હતી તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ અને જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ની મંડળીઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવતા ભાજપનો એક જૂથમાં ખુશી છવાઈ હતી જયારે બીજા જૂથ માં ચૂંટણી લડી લેવાનો મૂડ જણાયો હતો આ અંગેની મળતી માહિતી મુજબ છ માસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલના જૂથના રાજુભાઇ પટેલ તેમજ કમલેશભાઈ પટેલની મંડળી રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી મૂકાઈ હતી જેમાં હાલમાં એપીએમસી ની ચૂંટણી યોજાઈ રહી છે જેને લઈને હાઇકોર્ટે સત્વરે હૂકમ કરતા ત્રણે મંડળી ચાલુ રાખવાનો હૂકમ કરવામાં આવ્યો હતો જેથી હવે આ ત્રણેય મંડળી કરી શકશે ચૂંટણીમાં મતદાન કરી શકશે કોર્ટના હૂકમ ને લઈને રમણભાઈ જૂથ માં ખુશી વ્યાપી હતી જોકે અગામી દિવસે ચૂંટણી હોઈ આ વખતે પીઆઇ પટેલ જૂથ તેમજ રમણભાઈ પટેલનો જૂથો વચ્ચે ખૂબજ કાંટાની ટક્કર રહેશે જોકે બન્ને જૂથો હાલમાં જીતના દાવોઓ કરી રહ્યા છે પરંતુ એપીએમસી આ વખતે કોના તરફ જશે તે કહેવું ઘણું વહેલું ગણાશે