ઇડરના કૃષ્ણનગરમાં સમૂહલગ્નમાં 30 યુગલોને લગ્ન નોંધણી સર્ટિ. ઇસ્યૂ
નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 36 મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતુંઇડરના નેત્રામલી પંચાયતની હદમાં કૃષ્ણનગરમાં આવેલ નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો 36મો સમૂહલગ્ન મહોત્સવ તા -31-03-2023 ના રોજ યોજાયો હતો. જેમાં નેત્રામલી ના તલાટી કમ મંત્રી(લગ્ન નોંધણી રજીસ્ટ્રાર) સમૂહ લગ્નના આયોજકો સાથે મળી પૂર્વ તૈયારીઓ કરી સમુહ લગ્નમાં જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર તલાટી ક્મ મંત્રી પ્રકાશભાઈ અસારી, નેત્રામલી સરપંચ નિલેશભાઈ પટેલ અને આયોજકો સાથે રહી લગ્ન સ્થળેજ દરેક ચોરીઓમાં ફરીને લગ્ન નોંધણી પ્રમાણપત્ર 30 નવયુગલોને ઇસ્યુ કરાયા હતા.
નેત્રામલી ગ્રામ પંચાયતની આ પ્રશંસનીય કામગીરીથી સમાજના પ્રમુખ દવાભાઈ પટેલ, મંત્રી નાથાભાઈ પટેલ ખજાનચી અમરતભાઈ પટેલ તેમજ આ સમૂહલગ્નના દાતા પટેલ માધુભાઈ કરશનભાઇ તેમજ સમુહ લગ્નના સૌ આગેવાનો આ કામગીરીથી પ્રભાવિત થયા હતા.