ગુજરાત

હવે આરબીઆઇની અદાણી સામે લાલ આંખ આરબીઆઇએ અદાણીને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી

આરબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલ)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જાકે આરબીઆઇના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો એફપીઓ રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં ૧૦% સુધીનો ઘટાડો જાવા મળી રહ્યો છે.
બીજી તરફ, વિપક્ષે સંસદીય પેનલ અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસની માંગ કરી હતી. લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બુધવારે મોડી રાત્રે અદાણી ગ્રુપે ૨૦ હજાર કરોડ રૂપિયાના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા એફપીઓને રદ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલાં બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર ૨૬.૭૦% ઘટીને ૨,૧૭૯.૭૫ પર બંધ રહ્યા હતા. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝીસ ૨૦ હજાર કરોડ રૂપિયા સુધીના ઇÂક્વટી શેરના એફપીઓ સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇÂક્વટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે ૧ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે.
એફપીઓ રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે એફપીઓ રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે એફપીઓર્ં સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે ‘કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.’
‘અદાણી એન્ટરપ્રાઇઝીસે ૧ ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મિટિંગમાં નિર્ણય લીધો છે કે અમે એફપીઓને આગળ નહીં લઈ જઈએ. હાલની પરિÂસ્થતિ અને કંપનીની તાજેતરની બજારની અÂસ્થરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હિતમાં એફપીઓ સાથે આગળ ન વધવાનો અને વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું, ‘અમે એફપીઓમાં ભાગ લેવા બદલ રોકાણકારોનો આભાર માનીએ છીએ. એફપીઓનું સબ્Âસ્ક્રપ્શન ૩૧ જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું.
સ્ટોક અÂસ્થર હોવા છતાં આ કંપની અમારા વ્યવસાય અને અમારા સંચાલનમાં તમારા વિશ્વાસ અને વિશ્વાસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. જાકે આજે બજાર સારું રહ્યું છે. અમારા શેરના ભાવમાં દિવસભર વધઘટ થતી રહી છે. આવા અસાધારણ સંજાગોને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડને લાગ્યું કે આ તબક્કે આ એફપીઓ સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. અમારા રોકાણકારોનું હિત સૌથી આગળ છે. એટલે ભવિષ્યના કોઈપણ નાણાકીય નુકસાનથી બચાવવા માટે બોર્ડે આ એફપીઓ સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે. અમે લોકોને રિફંડ આપવા માટે અમે અમારા બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે કામ કરી રહ્યા છીએ. અમારી બેલેન્સ શીટ અત્યારે ખૂબ જ મજબૂત છે. અમારો રોકડ પ્રવાહ અને સંપત્તિ સુરક્ષિત છે. ઉપરાંત સાથે જ લોનની ચુકવણીનો અમારો રેકોર્ડ યોગ્ય રહ્યો છે. અમારા નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને અમારી ભાવિ યોજનાઓ પર અસર પડશે નહીં. અમે લાંબા ગાળાના વેલ્યુ ક્રિએશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું અને અમારી વૃદ્ધિ આંતરિક વૃદ્ધિ દ્વારા સંચાલિત થશે. અમને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે.અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉÂન્ટંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પછી અદાણી ગ્રુપના શેરોમાં જારદાર ઘટાડો જાવા મળ્યો હતો.ગૌતમ અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલાનું કાવતરું ગણાવ્યું છે. ગ્રુપે ૪૧૩ પાનાંનો જવાબ જાહેર કર્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.અદાણી ગ્રૂપ માટે છેલ્લા કેટલાક દિવસો ભારે તણાવપૂર્ણ રહ્યા છે. હિન્ડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડાનો દોર યથાવત્ છે. હવે અદાણી ગ્રૂપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા બોન્ડની Âસ્થતિ ગ્લોબલ માર્કેટમાં અત્યંત ખરાબ જણાઈ રહી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x