ડિસ્કસ એન્ડ ડેમોસ્ટ્રેશન ઓફ સાયન્સ મોડલ વિષય પર વ્યાખ્યાનનું આયોજન: શિક્ષક પ્રશાંતકુમારે આપ્યું માર્ગદર્શન
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર ખાતે તા. 2/2/2023ના રોજ સેન્ટર ઓફ એજ્યુકેશન અને સેન્ટર ઓફ એક્સટેન્શનના સંયુક્ત ઉપક્રમે ડિપાર્ટમેન્ટ ઓફ ટીચિંગ લર્નિંગ રિસોર્સીસ દ્વારા બી.એસસી. બી.એડ. સેમેસ્ટર 6 તથા બી. એડ. એમ.એડ. સેમેસ્ટર 2ના તાલીમાર્થીઓ માટે “Discussion and Demonstration of Science Model” વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સણોદા પ્રાથમિક શાળા, દહેગામના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર શર્મા દ્વારા ધોરણ-6 થી 8ના વિજ્ઞાન વિષયમાં આવતા વિવિધ પ્રયોગો અને પ્રવૃત્તિઓ અનુરૂપ ટીચિંગ લર્નિંગ મટીરીયલ અંતર્ગત વિવિધ 2-D અને 3-D મોડેલ કેવી રીતે બનાવી શકાય અને વર્ગખંડમાં તેનો અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે બાબતે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશાંતભાઈ શર્મા દ્વારા સાદું ઇલેક્ટ્રોસ્કોપ, સાદો વિદ્યુત પરિપથ, ટોર્ચ, પ્રકાશનું પરાવર્તન, ગુણક પ્રતિબિંબ, મનુષ્યનું શ્વસનતંત્ર, મનુષ્યનું ઉત્સર્જનતંત્ર, પાણીનું વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગિટાર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, પેરિસ્કોપ મોડેલ કેવીરીતે બનાવી શકાય?, વિષયવસ્તુ સાથે આ તમામ મોડેલ કેવી રીતે સંકળાયેલા છે? આ મોડેલ દ્વારા શિક્ષણકાર્ય કેવી રીતે કરાવી શકાય? આવી અન્ય બાબતો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપી.
આ કાર્યક્રમમાં બી. એસસી. બી. એડ. વિભાગના વડા ડો. વિરલ જાદવ તથા બી.એડ. એમ. એડ. વિભાગના વડા ડો. જયના જોશીએ ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. રાજેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.100 જેટલા વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.