બ્રમ્હાકુમારી સેન્ટર સેક્ટર ૨૮ ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન….
તારીખ ૫ ફેબ્રુઆરી રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ગાંધીનગરની પ્રથમ હિન્દી વેબ ન્યુઝ ચેનલ”તસવીરે ગાંધીનગર” દ્વારા”તેજ આઇ સેન્ટર” , ઇન્ડિયન રેડક્રોસ, ગાંધીનગર જિલ્લા શાખા તેમજ સ્કાઈ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના સહયોગથી “નિશુલ્ક મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે.
જયાં આંખોની તપાસ, હદયરોગ પ્રાથમિક તપાસ સાથે કાન, નાક, ગળા, ડાયાબિટીઝ, બીપી, નવજાત શિશુ તેમજ નાના બાળકોની તપાસ , ફિઝિયોથેરાપી અંગે પ્રાથમિક માર્ગદર્શન અને નિશુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ અનીસ પરીખ તરફથી સંધાના દુખાવા માટે માલિશ કરી આપવામાં આવશે.
આ “નિશુલ્ક મેડીકલ કેમ્પમાં” ડો.તેજલ દલાલ, ડો. સતીશ પરમાર, ડો. બોની ગજ્જર, ડો દેવી ગજ્જર, અને ડો હાર્દિક તલાટી દ્વારા સેવાઓ આપવામાં આવશે. ગાંધીનગરની જનતા ને આ નિશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
????????????????????