ગાંધીનગરના માધવગઢ અને પ્રાંતિયા ગામમા ખેડૂત તાલીમ શિબિર યોજાઇ
ગાંધીનગર જિલ્લાના માધવગઢ અને પ્રાંતિયા ગામમાં ખેડૂત તાલીમ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું .આ આયોજન ગાંધીનગર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્રારા કરવામાં આવ્યું હતું .ગત રોજ NFSM ન્યુટ્રિસિરિયલ યોજના અંતર્ગત માધવગઢ અને પ્રાંતિયા ખેડૂત તાલીમ શિબિર યોજવામાં આવી હતી.માધવગઢ ગામમાં સરપંચના ફાર્મ પર ખેડૂત તાલીમ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં જિલ્લા ખેતીવાડી શાખાના પટેલ નૈલેશ ભાઈ મદદનીશ ખેતી, ભરતભાઈ ભોગયતા, જયેંદ્રસિંહ સોલંકી વિસ્તરણ અધિકારી, મહેશભાઈ રાઠોડ વિસ્તરણ અધિકારી, શૈલેષભાઇ રાઠોડ, પ્રકાશભાઈ દેસાઈ, રાહુલભાઈ રાવળ, પરેશભાઈ પરમાર, કોમલબેન સથવારા, રીટાબેન પ્રજાપતિ વગેરે ગ્રામસેવક ઉપસ્થિત રહ્યા આ યોજાયેલ તાલીમ શિબિરમાં જયેંદ્રસિંહ સોલંકી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું ભરત ભાઈએ પ્રાકૃતિક કૃષિ તેમજ બાજરી પાકની સંપૂર્ણ માહિતી આપી હતી. નૈલેશભાઈ દ્રારા ખેતીવાડી યોજનાઓ, ખેડૂત અકસ્માત યોજનાની માહિતી આપી ખેડુતોને જાગૃત કર્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા માધવગઢ ગામાના અને પ્રાતિયા ગામના ખેડૂતો હાજર રહયા હતા અને વિવિધ માહીતી મેળવી હતી. અંતે મહેશભાઈ દ્વારા આભાર વિધિ કરી આવેલ ખેડુતો તથા અધિકારીઓનો આભાર માનયે હતો તેમજ સમૂહ ભોજન સાથે શિબિર પુર્ણ કરવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી વિવિધ કલ્યાણકારી યોજના વિશે માહીતી આપવામાં આવી હતી.