ગાંધીનગર જિલ્લા કલેકટરે સાદરા ગામની મુલાકાત લઈ રાત્રી સભા યોજી
ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જીલ્લાના સાદરા ગામની મુલાકાત લેવામાં આવી હતી. સાદરા ગ્રામપંચાયત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રવિણાડીકે મેડમ દ્વારા દફતર તપાસણી કરવામાં આવી હતી. સાદરા ગામ ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા કલેક્ટર ઉપસ્થિત રહીને ગામ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને પ્રશ્નોનું સ્થળ ઉપર સમાધાન પણ કરવામાં આવ્યું. જે પ્રસંગે સાદરા ગામના સરપંચ મહેશભાઈ રાવલ તલાટી કમ મંત્રી કિરણભાઈ પરમાર, વનિતા પટેલ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર મદદનીશ ભૂસ્તર અધિકારી તેમજ આરોગ્ય અને પશુધન નિરીક્ષક તેમજ ગ્રામસેવક ઉપસ્થિત રહયા હતા.