મેઘરજમાં પંચાલ રોડ પર હીટ એન્ડ રન:કારે ટક્કરે મારતાં 5 વર્ષીય બાળકીનું કચડાઇ જતાં મોત
મેઘરજના પંચાલ રોડ પર આવેલ નિલકંઠ નગર સોસાટી સામેની દુકાન ઉપર સબંધીની દીકરીને લઇ શખ્સ ચોકલેટ લઇ પરત આવતો હતો તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે બાળકીને ટક્કર મારતાં 5 વર્ષીય બાળકીનું મોત નીપજતા પરિવાજનોમાં ભારે આક્રાંદ છવાયો છે.
મેઘરજના ઘોરવાડાનો જયેશ પાંડોર મેઘરજમાં નીલકંઠ નગર સોસાયટીમાં રહેતો હોઇ બુધવાર સાંજે જયેશભાઇના સબંધી યુવક બિપીન ગેલાત જયેશભાઇની પાંચ વર્ષીય દીકરીને લઇને સોસાયટી સામે આવેલ દુકાને ચોકલેટ લેવા ગયો હતો. બિપીન અને પાંચ વર્ષીય દીકરી દુકાનેથી પરત આવતા હતા. તે દરમિયાન પંચાલ રોડથી પૂરઝડપે આવતી કારે પાંચ વર્ષીય બાળકીને ટક્કર મારી કાર ચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન બાળકીનુ મોત નિપજ્યુ હતું. જે ઘટના બાબતે બીપીન ગેલાતે મેઘરજ પોલીસમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.