ગુજરાત

હિંમતનગરમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા નીકળી; ગાયત્રી આશ્રમમાં યજ્ઞોપવીત સંસ્કાર; ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વિશ્વકર્મા જયંતિએ ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જ્યાં વિશ્વકર્મા જયંતિને લઈને હિંમતનગરમાં શોભાયાત્રા યોજાઈ હતી, તો બીજી તરફ બટુકોના યજ્ઞ પવિત સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં સન્માન પાર્કમાં આવેલી શ્રી મેવાડા સુથાર સેવા સમાજ વાડીમાં વિશ્વકર્મા જયંતીને લઈને મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 42 વર્ષથી વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે શ્રી મેવાડા સુથાર સમાજવાડીથી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા ડીજે સાથે નીકળી હતી. જે મહાવીરનગર પંચદેવ મંદિર સુધી પહોંચી હતી. ત્યારબાદ શોભાયાત્રા પરત સમાજવાડી આવી હતી, જ્યાં શોભાયાત્રાનું સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ત્યારબાદ હિંમતનગરની શ્રી મેવાડા સુથાર સમાજવાડીમાં ભગવાન વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે પંચકુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. તો નવનિર્મિત મંદિરની રજત જયંતિએ એવમ ગર્ભગૃહનું આરસથી સજાવટ અને શુભોશનની તકતી અનાવરણ યજમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. પંચકુંડી યજ્ઞમાં પૂર્ણાહુતિએ આરતી અને થાળ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા શ્રી સિદ્ધપીઠ ગાયત્રી આશ્રમ ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાવન મેવાડા સુથાર સાંજના 10 બટુકોનો સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવાર દ્વારા શસ્ત્રોકત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૂર્ણ થયા બાદ હોમાત્મક મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેની પૂર્ણાહુતી બાદ પૂજન અર્ચન બાદ વિશ્વકર્મા ભગવાનની મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે માનવંતા મહેમાન અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ જયંતિ ઉજવણી મહોત્સવમાં પરિવારજનો, સંબંધીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x