આકાશમાં જોવા મળ્યો અદભુત નજારો:સાબરકાંઠાના વાસીઓએ મોબાઈલમાં લાઈટીંગ ટ્રેન કેદ કરી વાયરલ કરી
સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે રાત્રે આકાશમાં લાઈટીંગ ટ્રેન જોયા બાદ તેના વીડીયો જિલ્લાવાસીઓએ વાઈરલ કાર્ય હતા. તો ચાર મહિના પહેલા પણ આ લાઈટીંગ ટ્રેન આકાશમાં જોવા મળી હતી અને તેના વીડિયો પણ વાયરલ થયા હતા. આ કુતુહુલ ટ્રેન શેની હતી તેની કોઈ જાણકારી નથી પણ લાઈટીંગ એક લાઈન જોવા મળી હતી.
21 ઓક્ટોમ્બરને 2022ના રોજ મોડી સાંજે આકાશમાં સાબરકાંઠાના આગીયોલ ગામમાં લાઈટની એક લાઈન આકાશમાં જતી જોવા મળી હતી. ત્યારબાદ તેનો વીડીયો વાઈરલ થયો હતો. ફરી એક વાર ચાર મહીના બાદ હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ, તલોદમાં નગરવાસીઓ અને ગ્રામવાસીઓ ગુરુવારે મોડી સાંજે આકાશમાં એક લાઈટીંગવાળી લાઈન એક તરફથી બીજી તરફ જોવા મળી હતી. જે થોડોક સમયે જ જોવા મળી હતી પછી બંધ થઇ ગઈ હતી. આકાશમાં આ લાઈન જોતા જ લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી લીધું હતું અને વાઈરલ કર્યું હતું.
પ્રાંતિજના બાલીસણાના સાગર પટેલે જણાવ્યું કે, ગુરુવારે મોડી સાંજે આકાશમાં લાઈટની લાઈન જતી જોઈ હતી. પ્રકાશ દેખાયો હતો ત્યારબાદ અવાજ પણ સંભળાયો હતો અને થોડીવાર પછી લાઈન દેખાતી બંધ થઇ ગઈ હતી. જેમણે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી અને બધાને આ ઘટના મોકલી પણ હતી.
આકાશમાં એક લાઈનમાં ચાલતી પ્રકાશવાળી ટ્રેન જેવું શું હતું એ ખબર નથી પડી, પરંતુ કુતુહુલ લાઈટીંગ લાઈન આકશમાં લોકોએ જોઈ હતી અને આ ઘટના વાઈરલ થયા બાદ લોકો આકશમાં જોવા લાગ્યા હતા પરતું કઈ દેખવા મળ્યું ન હતું.