ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમીનાર માં સરકારી વિનયન કોલેજ વાવના અધ્યાપક શ્રી શિવાભાઈ રબારી, વડનગર કોલેજના અધ્યાપક શ્રી પાયલ બેન રબારી, જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલય ના શ્રી પ્રવીણભાઈ ડાબારા ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયમાં વિદ્યાર્થીઓ ને બી. એ પછી કયા કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તેના માટેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે કેવી રીતે મહેનત કરવી અને ક્યાં પુસ્તકોનું અધ્યયન કરવું તેના વિશે માહિતી આપી હતી. જી.પી.એસ.સી, યુ.પી. એસ.સી, પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ, ક્લાર્ક, તલાટી, શિક્ષક બનવા માટે કેવા પ્રકારની તૈયારી કરવી તેના વિશે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. અધ્યક્ષીય વક્તવ્યમાં સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોશી એ જીવન ઘડતર અને કારકિર્દી ઘડતર પર વાત કરી હતી. આભાર દર્શન અંગ્રેજી વિષયના અધ્યાપક ડૉ. અમરેદ્ર પાંડે એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના એકમના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું દ્વારા કરવામાં આવ્યું હતું.