શિલ્પા શિંદેએ ‘મેડમ સર’ના મેકર્સ પર ગંભીર આરોપઃકહ્યું કે, મને મહિલા હોવાનો અફસોસ
જાણીતી ટીવી સિરિયલ ‘ભાબી જી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ નિભાવી ચુકેલી એકટ્રેસ શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલાં જ લાંબા બ્રેક બાદ શિલ્પાઓ ટીવી શો ‘મેડમ સર’થી નાના પડદા પર કમબેક કર્યુ હતું, પરંતુ હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે, શિલ્પાએ આ શો પણ છોડી દીધો છે.
શિલ્પાએ જણાવ્યું હતું કે, આ શોમાં તેનો રોલ મોટો હતો. પરંતુ એવું ન થવાને કારણે આ શો છોડી દીધો છે. હાલમાં જ શિલ્પાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને મેકર્સ પર નિશાન સાધ્યું છે અને આરોપ પણ લગાવ્યો છે. તો સાથે-સાથે શોની લીડ એક્ટ્રેસ ગુલ્કી જાશી ઉપર પણ પ્રહારો કર્યા છે.ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શિલ્પાએ કહ્યું હતું કે, ‘મને એક મહિલા હોવાનો અફસોસ છે કારણ કે કેટલીક મહિલાઓ મેડમ સર જેવા શો કરે છે, જે દર્શાવે છે કે હું એક મહિલા છું અને મારી મારી બુદ્ધિ પગની પેની સુધી હોય છે. હું શું કહું, તે લોકો આવું વર્તન કેમ કરે છે? આ બે મહિલાઓ જે બકવાસ કરી રહી છે, હું શોમાં આવી છું તેને કારણે બંનેને મરચા લાગે છે.’તો વીડિયોમાં ટીઆરપીના સ્ક્રીનશાટ્સ બતાવતા શિલ્પાએ જણાવ્યું હતું કે, ‘તમારો શો ખૂબ ગંદો ચાલી રહ્યો હતો. જા આટલું સારું હોત તો શું શિલ્પા તમારા શોમાં આવી હોત? તમારે ખુશ થવું જાઈએ કે કંઈક સારું થઈ રહ્યું છે. તમે લોકો જાણતા નથી કે ફેન્સ શું હોય છે. તમે લોકો અહીં આવ્યાને માત્ર ૪ દિવસ થયા છે. એવું લાગે છે કે આ બંને મહિલાઓને ખબર પડી ગઈ છે કે તેમની મહીનાભરની ફી મારી એક દિવસની ફી જેટલી છે.’
શિલ્પાએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મેકર્સ ઉપર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શિલ્પાએ કહ્યું હતું કે, ‘શૂટિંગ દરમિયાન એક્ટર્સ હોવા છતાં બોડી ડબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મને આ ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય સપોર્ટ ન કરો. જા આ રીતે લોકો મને બદનામ કરવામાં આવશે અને મને તાણમાં રાખવામાં આવશે અને આવતીકાલે જા તેના કારણે મારી સાથે કોઇ ખોટું થશે તો પછી મીણબત્તીઓ લાવશો નહીં. હું બધાની છાતી પર ભૂત બનીને બેસીશ.’
શિલ્પાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શોમાં તેનો રોલ મોટો હોવો જાઈતો હતો, પરંતુ તેને જાણ કર્યા વિના તેનો રોલ ટૂંકો કરી દેવામાં આવ્યો. આ કારણે તે હવે આ શોનો ભાગ નથી. જ્યારે ગુલ્કીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, ‘હું આ વિશે કંઈ કહેવા માંગતી નથી, હું આખો નિર્ણય દર્શકો પર છોડી દઉં છું. તેઓ આ વિશે વાત કરશે કે શો માટે કોણ લાયક છે અને કોણ નથી.ગુલ્કીએ વધૂમાં જણાવ્યું હતું કે, ‘જા અમે અમારું કામ ઈમાનદારીથી ન કર્યું હોત તો આ શો ૩ વર્ષ સુધી ચાલ્યો ન હોત, પરંતુ હવે આ ૧૫ મિનિટની પ્રસિદ્ધિ શાંતિથી જીવી શકે છે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુલ્કીની ૧૫ મિનિટની તિરાડ શિલ્પા માટે છે. જેનો શિલ્પાએ જવાબ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિલ્પા આ પહેલાં ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’માં જાવા મળી ચુકી છે. મેકર્સ સાથેના વિવાદને કારણે શિલ્પાએ અચાનક આ શો પણ છોડી દીધો હતો. એટલું જ નહીં, તેણે શોના નિર્માતા પર ગંભીર આરોપો પણ લગાવ્યા. હવે શુભાંગી અત્રે લાંબા સમયથી શોમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવી રહી છે.