વડાપ્રધાન મોદી ૬ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઇન્ડીયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (૬ ફેબ્રુઆરી ૨૦૨૩) કર્ણાટકની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી ૬ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ઈÂન્ડયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે. ઉર્જા ક્ષેત્રે કામ કરતી વિશ્વની મોટાભાગની સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. તેમાં વિશ્વભરમાંથી ૬૫૦ થી વધુ પ્રદર્શકો આવી રહ્યા છે.
આ વખતે ઈÂન્ડયા એનર્જી વીકમાં ગ્રીન એનર્જી પર વધુ ભાર મૂકવામાં આવશે. આ સાથે હાઇડ્રોજન ઇંધણ અને સોલાર જેવી ગ્રીન એનર્જી પર પણ ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાન મોદી તેમાં ૪ મોટી જાહેરાતો પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ સાથે તેઓ તુમાકુરુમાં એચએએલની સ્વદેશી હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન ૬ ફેબ્રુઆરીએ કર્ણાટકના તુમાકુરુ ખાતે એચએએલની હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટÙને સમર્પિત કરશે. સંરક્ષણ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, ૬૧૫ એકર જમીનમાં ફેલાયેલી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરીની યોજના દેશની તમામ હેલિકોપ્ટરની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવાના હેતુથી કરવામાં આવી છે.
મંત્રાલયનું કહેવું છે કે એચએએલ ૨૦ વર્ષના ગાળામાં રૂ. ૪ લાખ કરોડથી વધુના કુલ ટર્નઓવર સાથે ૩-૧૫ ટનની રેન્જમાં ૧,૦૦૦ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, “પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પેદા કરવા ઉપરાંત, તુમાકુરુ સુવિધા તેની સીએસઆર પ્રવૃત્તિઓ દ્વારા મોટાભાગે સમુદાય-કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા આસપાસના વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપશે જેના પર કંપની નોંધપાત્ર રકમ ખર્ચ કરશે.”
પીએમઓ અનુસાર, વડાપ્રધાન મોદી ૬ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૫૫ વાગ્યે બેંગલુરુ પહોંચશે અને બેંગલુરુ ઈન્ટરનેશનલ એÂક્ઝબિશન સેન્ટર ખાતે ઈÂન્ડયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બેંગલુરુમાં ૨૦% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઈ-૨૦) લોન્ચ કરશે. ઈÂન્ડયા એનર્જી વીક ૨૦૨૩ માં ૩૦ થી વધુ ઉર્જા મંત્રીઓ, ૫૦ સીઇઓ અને ૧૦,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ત્યારબાદ તેઓ તુમાકુરુ ખાતે એચએએલ હેલિકોપ્ટર ફેક્ટરીને રાષ્ટÙને સમર્પિત કરશે અને વિવિધ વિકાસ પહેલ માટે શિલાન્યાસ પણ કરશે.
ઈÂન્ડયા એનર્જી વીક ૨૦૨૩ દરમિયાન ૧૯ કોન્ફરન્સ સત્રોનું આયોજન કરવામાં આવશે. જેના દ્વારા ઊર્જા મંત્રીઓની પેનલ, વિવિધ દેશોની ઉર્જા કંપનીઓના ઝ્રઈર્ં/નેતાઓ સમગ્ર ઉર્જા ક્ષેત્રને આવરી લેતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Âટ્વટ કરીને કર્ણાટક, મહારાષ્ટÙ અને તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા જેમને સરકારના નવા પ્રોજેક્ટનો લાભ મળશે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે તેલંગાણાના લોકોને ફાયદો પહોંચાડવા માટે વધુ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. રેલવે લાઇનોના વિદ્યુતીકરણ હેઠળ, રેલવે વિભાગે પરલી વૈજનાથ-વિકરાબાદ માર્ગનું વિદ્યુતીકરણ કરવાનો નિર્ણય લીધો છે.