હિંમતનગરમાં ફૂડ વિભાગે રિલાયંસ મોલ અને ડી માર્ટમાં રેડ કરી; 10 નમુના લઈને લેબોરેટરીમાં મોકલ્યા
ઓન લાઈન છેતરપીંડી કરનારા ગમે ત્યારે મોબાઈલ પર કોલ કરીને વિશ્વાસમાં લઈ તેમના બેંકના ખાતા ખાલી કરી દેતા હોય છે. ત્યારબાદ ખબર પડતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જવું પડે છે અને ફરિયાદ નોંધાવવી પડે છે. ત્યારે સમયસુચકતાને લઈને વડાલી આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખે જાગૃતિનો મેસેજ કરી 10થી વધુ લોકોના બેંકના ખાતા ખાલી થતા બચાવ્યા હતા.
વડાલી તાલુકાના ધરોદ, ઘંટોડી, કુબા, ધરોલ સહિતના વિવિધ ગામોમાં ગઈ કાલે આરોગ્ય સેવાના લાભાર્થીઓ જેવા કે સગર્ભા અને પીએનસી માતા અને આંગણવાડી કાર્યકરો સહીત 10 થી વધુને આ 8961483974 મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોનમાં હિન્દી ભાષામાં વાત કરતાં અને JSY, KPSYનાં રૂપીયા તમારા ખાતામા જમાં કરવાના છે. એમ કહી બેંક ખાતાની માહિતી અને OTP માગવામાં આવતો અને તેમના ખાતામાં રૂ. 6 હજાર ટ્રાન્સફર કરવાની વાત કરતા હતા. જેને લઈને સાવચેતી અને જાગૃતિને લઈ લાભાર્થીઓએ તાલુકાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખનો સંપર્ક કર્યો હતો.
આમ, એક નહિ પરંતુ અલગ અલગ ગામડાઓમાંથી 10 થી વધુ કોલ આવ્યા હતા. જેને લઈને આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નટુ વણઝારાએ શુક્રવારે સાંજે વડાલી તાલુકાના તમામ સોશિયલ મીડિયાના ગ્રુપોમાં સાવચેતી અને સતર્કતા માટેનો એક મેસેજ બનાવ્યો હતો અને વાઈરલ કર્યો હતો. જેને લઈને 10થી વધુ લોકોના બેંકના ખાતા ખાલી થતા બચાવ્યા હતા.
આ અંગે વડાલી તાલુકાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નટુ વણઝારાએ જણાવ્યું હતું કે, વાદાલું તાલુકાના એક-એક ગામમાંથી મને ફોન આવ્યા હતા અને કહ્યું હતું કે, હિન્દીમાં વાત કરી બધાના નામ પૂછ્યા હતા અને વિશ્વાસમાં લીધા હોવાનું જણાવ્યું હતું. તમારા ખાતામાં સરકાર તરફથી પૈસા જમા કરવાના છે. તેમ કહી માહિતી માગતા હતા. જેથી નટુભાઈને આ ખોટું લાગતા સતર્ક થઈને તાત્કાલિક જાગૃતિનો મેસેજ વાઈરલ કર્યો હતો.