શ્રી વિશ્વકર્મા પંચાલ યુવક મંડળ કુકરવાડા દ્વારા આંઠમી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઇ
શ્રી વિશ્વકર્મા પંચાલ યુવક મંડળ કુકરવાડા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આંઠમી વિશ્વકર્મા જયંતિ ઉજવવામા આવી જેમા કુકરવાડા ના ઉબખલ ગામ ખાતે શ્રી અંબાજી માતાના મંદિરની સામે હવનનુ આયોજન કરવામા આવેલ જેમા કુકરવાડા પંચાલ યુવક મંડળના સભ્યો દ્વારા ભવ્ય આયોજન કરવામા આવેલ અને આજુબાજુ ગામ અને તાલુકામા રહેતા પંચાલ ભાઈઓ દ્વારા ઉત્સાહ ભેર હાજરી આપવામા આવેલ જેમા મહાપ્રસાદ ના દાતા શ્રી પંચાલ અશોકભાઈ મફતલાલ ( પારસા ) વાળા તરફથી રાખવામા આવેલ , હવનના મુખ્ય પાટલાના યજમાન પંચાલ દિપેશભાઈ લક્ષ્મણભાઈ ( કુકરવાડા ) હતા અને બીજી ઘણી વસતુઓના દાતા બની દાતા શ્રી ઓ દ્વારા ખૂબજ ઉત્સાહ થી પ્રસંગમા ભાગ લીધેલ અને સહયોગ આપેલ આવતા વર્ષે એટલે કે 2024 ના વર્ષ માટે ના મહાપ્રસાદ ના દાતા માટે ચઢાવો બોલવામા આવ્યો હતો જેમા આ વખતના દાતા શ્રી પંચાલ અશોકભાઈ મફતલાલ ( પારસા ) વાળા તરફથી ઊંચી બોલી લગાવી તેઓ શ્રી દાતા બનેલ છે એવી જ રીતે બીજી બધી બાબતે ના પણ એડવાન્સ દાતાઓ થયેલ છે. હવન અને ભોજન કર્યા બાદ સમાજના આવેલ હાજર રહેલ તમામ બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.