રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યુ
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં આ વધારાને કારણે ઠંડીની અસર ઘટી હતી અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં સવારે ઠંડક બાદ બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ મિશ્ર વાતાવરણ રહેશે. રાજ્યમાં હજુ ઠંડીનો એક તબક્કો બાકી છે.રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે અને ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી કડકડતી ઠંડી પડ્યા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ઠંડીમાં ઘટાડો થયો છે અને ગરમી પડવા લાગી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ ઠંડીનો બીજો રાઉન્ડ બાકી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડીનો વધુ એક સમય રહેશે, કારણ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેથી હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના મધ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. બીજી ઠંડીની મોસમ આવવાની બાકી છે.