ગુજરાત

ગુજરાત સરકારનો દાવો પોકળ ઃ ૭ હજાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થી તરસ્યા

ગુજરાત સરકાર પોતાની યોજનાઓની ગમે તેટલી બડાઈ હાંકી લે, પરંતુ નલ સે જલ યોજનામા સરકારી દાવા પોકળ સાબિત થયા છે. આંકડો બતાવે છે કે, નળથી જળ યોજનાના સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં ૭ હજારથી વધુ સરકારી શાળાઓ જ સુવિધાથી વંચિત છે. એટલુ જ નહિ, શૌચાલયના દાવા પણ એટલા જ પોકળ છે. ગુજરાતમાં લગભગ ૧૦૫ સરકારી શાળામાં શૌચાલયની સુવિધા નથી.

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ડિસેમ્બર ૨૦૨૨ માં આ રિપોર્ટ જાહેર કરાયો હતો. જે મુજબ, ગુજરાતની ૭ હજારથી વધુ સરકારી શાળામાં નળથી જળ પહોચ્યુ નથી. જાકે, રિપોર્ટ તો એમ પણ કહે છે કે, ગુજરાત કરતા અન્ય રાજ્યોની Âસ્થતિ સારી છે. ગુજરાતમાં ૭ હજાર શાળામાં પાણીની સુવિધા ન હોય તો બાળકોને કેવી તકલીફ વેઠવી પડતી હશે એ વિચારવાની બાબત છે.
ઉત્તર પ્રદેશ ૯૭,૩૫૯ સરકારી શાળા
મધ્ય પ્રદેશ ૮૧,૩૨૨ સરકારી શાળા
બિહાર ૬૧,૩૯૩ સરકારી શાળા
પશ્ચિમ બંગાળ ૪૬૨૨૨ સરકારી શાળા
રાજસ્થાન ૪૦૭૩૫ સરકારી શાળા
ઝારખંડ ૨૯૪૫૨ સરકારી શાળા
છત્તીસગઢ ૩૩૬૭૬ સરકારી શાળા
આસામ ૨૬૬૦૬ સરકારી શાળા
ગુજરાતની વાત કરીએ તો, દાહોદ જિલ્લામાં ૧૮૪૩ સરકારી શાળા આવેલી છે. જે પૈકી ૯૦૮ શાળામાં નળથી જળની સુવિધા નથી. તો બે સ્કૂલોમાં ટોયલેટ નથી. નર્મદા જિલ્લામાં ૭૮૯ સરકારી સ્કૂલો છે, જેમાંથી ૨૫૭ સ્કૂલોમાં નળથી જળ સુવિધા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *