અરવલ્લીઃશ્રી લાખેશ્વર મહાદેવ મંદિર પરિસર સાઠંબા નગર ખાતે મહારૂદ્ર મહાયાગ યજ્ઞ યોજાશે
અરવલ્લી જિલ્લાના સાઠંબા નગર ખાતે આવેલા શ્રી લાખેશ્વર મહાદેવ પરિસરમાં સમસ્ત સાઠંબા ગામ બાવીસી ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા મહારુદ્ર મહાયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે
સાઠંબા નગરના શ્રી લાખેશ્વર મહાદેવ પરિસરમાં સમસ્ત સાઠંબા ગામ બાવીસી ગોમતીવાળ સમાજ દ્વારા આયોજિત આ મહારુદ્ર મહાયાગ કાર્યક્રમ તારીખ 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે આ મહારુદ્ર મહાયાગ કાર્યક્રમમાં વૈદિક યજ્ઞ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે રાસ ગરબા, ભજન સંધ્યા, આનંદનો ગરબો વગેરે કાર્યક્રમો યોજાશે
કાર્યક્રમના વિરામના દિવસે સ્થાપિત દેવોનો હોમ ઉત્તરાર્ધન બલિદાન પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદ અને ઉપસ્થિત આચાર્યોના આશીર્વાદ સાથે મહા રુદ્ર કાર્યક્રમનો વિરામ લેવાશે