ગુજરાત

સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧મી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

લોક અદાલતમાં કુલ -૧૧૩૪૫ કેસો નો સમાધાનથી નિકાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૧૧-૦૨-૨૦૨૩ નારોજ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ અત્રે ના સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતો માં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર ના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ મિસ.એસ.વી.પીન્ટો, તથા ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી પી.કે.ગઢવી નાઓની અધ્યક્ષતામાં સાબરકાંઠા જીલ્લામાં તા.૧૧મી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે.

જેમાં જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૨૭ કેસોનો નિકાલ કરીને રૂ.૧,૧૫,૬૫,૦૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગ કુલ-૪૬૫૧ કેસો, રકમ રૂ.૧૯,૫૭,૨૧,૦૯૪/- ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ઈ-ચલણ સહીત બેંક લેણાંના કેસો, વીજબીલ, પાણી બીલ, પાણી ચોરી, રેવન્યુ જેવા બીજા અન્ય પ્રિ-લીટીગેશન કેસોમાંથી કુલ-૬૬૯૪ કેસો, રકમ રૂ.૫,૧૪,૨૬,૦૯૨.૮૨ ના કેસો નું સમાધાનથી નિકાલ થયેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x