વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ દ્વારા “કલરવોત્સવ 2023” ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓમાં રહેલી આવડત, આત્મવિશ્વાસ, કૌશલ્ય તથા ઉત્સાહ ને ઉજાગર કરવાનો મહોત્સવ એટલે શાળાનો વાર્ષિકોત્સવ. શાળા દ્વારા કરવામાં આવેલ કાર્ય તથા મહેનત નું દર્પણ એટલે શાળાનો વાર્ષિકોત્સવ. તો વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરગાસણ દ્વારા “કલરવોત્સવ ‘2023” નો અનેરો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર નાં ડી.ઈ.ઓ.સાહેબ શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ સાહેબ, જી.સી.ઈ.આર.ટી. નાં ડાયરેક્ટર સાહેબશ્રી ડી.એસ.પટેલ સાહેબ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ સાહેબશ્રી હાજર રહ્યાં હતાં. અને બાળકોને ઉત્સાહ પૂરો પાડ્યો હતો. શાળા દ્વારા ઉજવવામાં આવેલ આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે જેમાં શાળાના તમામે તમામ ધોરણોના દરેક બાળકોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ ને યાદગાર બનાવવા માટે શ્રેષ્ઠ કૃતિઓ જેવી કે, નૃત્યનાટીકા, કરાટે ,શિવતાંડવ, નિયોન ડાન્સ, લીલીપુટ ડાન્સ, રામલીલા, પ્રકૃતિ બચાવ નૃત્ય વગેરે ની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર એવા ફેકલ્ટીઝ તથા ઉત્સાહમાં વધારો કરવા માટે સહકાર આપનાર વાલીઓનો શાળા પરિવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો અને બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.