યુવાનોનો માનીતો તહેવાર એટલે વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી.
વસંત મહેંકી, કોયલ ટહૂકી…. ચાલો કરીએ વસંતનાં વધામણાં….. વસંત ઋતુ આવતાં જ પ્રેમીઓ દિલથી હરખાઈ છે. વસંતની આહલાદકતા જોઈ કોયલ પણ તેનાં મીઠા સુર રેલાવે છે.
હાલમાં વેલેન્ટાઈન્સ ડે ચાલે છે. યુવાનો તેનાં મન ગમતાં સાથીને ખુશ કરવાં ગુલાબ, ચોકલેટ, ટેડી આપે છે. આમ જોઈએ તો આપણો વેલેન્ટાઈન્સ ડે , વસંત પંચમી છે.પણ આજની જનરેશન ફેબ્રુઆરીમાં અલગ અલગ ડે મનાવે છે.
દરેક પ્રેમ કરનારાઓ વેલેન્ટાઈન્સ ડેની શરૂઆત નવાં નવાં કાર્ડ, લાલ ગુલાબ, ચોકલેટ, ટેડી બિયર, અને પાર્ટી વગેરેનાં પ્લાનિંગથી કરે છે. આજનો યુવા વર્ગ દરેક દિવસને કંઈક ખાસ, સ્પેશિયલ બનાવવા માંગે છે. અને તે ખોટું પણ નથી. મળેલાં આ જીવનને આ રીતે માણવાથી જો ખુશી મળતી હોય તો આ જરૂરથી આ ડે ની ઉજવણી કરો. પણ સાથે સાથે લાગણી, પ્રેમનાં પર્વનું માન પણ જાળવી રાખો.
આજનાં યુવાનો ૭ ફેબ્રુઆરી એ રોઝ ડે ઉજવે છે. જેમાં મનગમતાં પાત્રને લાલ ગુલાબ કે બુકે આપી પોતાનો પ્રેમ જતાવે છે. ૮ ફેબ્રુઆરી એટલે કે પ્રપોઝ ડે, જેમાં જેને દિલોજાનથી પ્રેમ કરે છે તેની લાગણીને પ્રેમનું નામ આપી હાથોમાં હાથ લઈને પ્રપોઝ કરે છે. ૯ ફેબ્રુઆરી એટલે કે ચોકલેટ ડે … બંને લાગણીઓ જતાવી પ્રપોઝ તો કર્યું પણ આ પ્રેમ હંમેશા ચોકલેટની જેમ મીઠો રહે તે માટે એકબીજાને ચોકલેટ આપે છે. ૧૦ ફેબ્રુઆરી એટલે કે ટેડી ડે પોતાનાં મનગમતાં પ્રેમીને ટેડીની ભેટ આપે છે. પ્રેમનો ઈઝહાર કરે છે. ૧૧ ફેબ્રુઆરી એટલે કે પ્રોમીસ ડે .. મન મળ્યાં, લાગણી ભળી, હવે આ પ્રેમનાં સંબંધો આજીવન રહે તે માટે પ્રોમીસ આપે છે. ૧૨ ફેબ્રુઆરી એટલે કે હગ ડે.. એકબીજાને હૂંફાળું આલિંગન આપી લાગણી જતાવે છે. ૧૩ ફેબ્રુઆરી એટલે કે કિસ ડે… ગુલાબ આપી, પ્રપોઝ કરી પ્રોમીસ તો આપ્યું પણ પ્રેમ આજીવન રહેવો જોઈએ.૧૪ ફેબ્રુઆરી એટલે કે.. વેલેન્ટાઈન્સ ડે જેમાં પોતાનાં પ્રેમને હવે સંબંધોનાં નાજુક તાંતણાથી બાંધવાનો સમય આવી ગયો છે. જેને એક નામ આપવામાં આવે છે. પતિ પત્ની બની આ પ્રેમને સાત જન્મો સુધી નિભાવવાનાં વચનો લે છે.
તો આ છે મોર્ડન યુવા હૃદયોનાં વેલેન્ટાઈન્સ ડેનાં સાત દિવસો……જેને ઉજવવા માટે આજનાં યુવાનો થનગને છે.