શામળાજી કોલેજમાં મેક્રમ આર્ટની તાલીમ થકી ભણવા સાથે સાથે વિદ્યાર્થી આત્મનિર્ભર બને તેની ૨૦ દિવસની તાલીમ યોજાઈ ગઈ
શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટ્સ કોલેજ, શામળાજીમાં વિધાર્થીઓ આત્મનિર્ભર બને અને સ્વબળે આગળ વધે એ હેતુથી તા-૨૩-૧-૨૩ થી તા-૧૧-૨-૨૩ દરમ્યાન ‘મેક્રમ આર્ટ’ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરતગૂંથણ તાલીમ થકી
કેટલાક વિધાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી.તેઓ કોલેજમાં પ્રવેશ મેળવીને ભણતર સાથે કંઇક નવું શીખે અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવે તેવા ઉમદા આશયથી મેક્રમ દોરાથી બનતી જુદી જુદી વસ્તુઓ જેવી કે ચાવી સ્ટેન્ડ,મોબાઈલ સ્ટેન્ડ, ઝુમ્મર,વોલપીસ,કી-ચેઈન,
ફૂલદાની, બ્રેસલેટ જેવી રોજિંદી ઉપયોગી વસ્તુઓ વિધાર્થીઓને તાલીમ આપી એમના દ્વારા બનાવવામાં આવી હતી. વિધાર્થીઓને મેક્રમ આર્ટની તાલીમ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર.ડૉ. જાગૃતિ પટેલ દ્વારા આપવામાં આવી હતી. બીબીસી ન્યુઝ ચેનલ અને ડીડી ન્યુઝ ચેનલે પણ આ પ્રવૃત્તિની નોંધ લઈ એને વેગવંતી બનાવી હતી. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. અજય કે.પટેલના માર્ગદર્શન હેઠળ સદર પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.ટ્રસ્ટી દિલીપભાઇ કટારાએ આ પ્રકારની પ્રવૃત્તિથી આર્થિક રીતે પછાત વિદ્યાર્થી ભણી ગણીને ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે તેવું જણાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સૌને બિરદાવ્યાં હતા. સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓના સહકારથી તાલીમનું સુચારુ આયોજન કરી તાલીમને સફળ બનાવી હતી.