ગાંધીનગરમાં સિંગાપુરનો અનુભવ કરાવતી ગિફ્ટ સિટી મેરેથોનમાં રનર્સ મન મૂકીને દોડયા
ગાંધીનગર શહેરમાં એક નવી સિટી એટલે કે ગિફ્ટ સિટી પુરજોશમાં આકાર પામી રહી છે. ગાંધીનગરમાં સિંગાપુરનો અનુભવ કરાવતી આ ગિફ્ટ સિટીમાં રવિવારે મેરેથોનનું આયોજન સાયરન્સના કોચ રાહુલ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ૬૦૦થી વધુ રનર્સ ગિફ્ટ સિટીના સુંદર માર્ગ પર દોડ્યા હતા.
ગિફ્ટ સિટી મેરેથોનમાં ગાંધીનગર રનર્સ ગ્રૂપના રાજશ્રી પરમાર, સંજય થોરાત, રજનીકાંત પરમાર, યશ વસાવડા, પ્રદીપ ગેહલોત, ડૉ. મનીષા ઝડફિયા, જગદીશ દુધાત, યશેશ વ્યાસ, વિભૂતિ વ્યાસ, શિબુ પિલ્લાઈ, મહેશ મીના, સની સિંગ, મયંકા શર્મા ભટ્ટી જેવા રનર્સે ભાગ લઈ ફિનીશરનો મૅડલ મેળવ્યો હતો.
ગિફ્ટ સિટી મેરેથોનમાં દસ કિલોમીટર રનમાં મયંકા શર્મા ભટ્ટી અને રાજેશ્રી પરમાર એમની એજ કેટેગરીમાં વિજેતા થઈ પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે રજનીકાંત પરમારે તૃતીય સ્થાન મેળવ્યું હતું. ગાંધીનગર રનર્સ ગ્રૂપના સભ્યોએ સૌ વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી. ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી મેરેથોન સૌને પસંદ આવી હતી. આવતા રવિવારે ગિફ્ટ સિટી ખાતે અન્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગાંધીનગર રનર્સ ગ્રૂપના સભ્યો ભાગ લેશે.