૨૭ એપ્રિલે બદરીનાથ ધામના કપાટ ખૂલશે
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની ઘોષણા વચ્ચે જાશીમઠમાં એકવાર ફરી તિરાડ જાવા મળી છે. આ વખતે જાશીમઠ-બદરીનાથ હાઈવે ઉપર લગભગ ૧૦થી વધારે મોટી તિરાડો જાવા મળી છે. આ હાઈવે બદરીનાથને જાડે છે જે ગઢવાલ હિમાલયમાં Âસ્થત સૌથી મોટાં તીર્થ-સ્થળોમાંથી એક છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ તિરાડો જાશીમઠથી મારવાડી વચ્ચે ૧૦ કિમી સુધી ફેલાયેલી છે.ચમોલી જિલ્લાના ડ્ઢસ્એ જણાવ્યું કે તપાસની એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તપાસ કર્યા પછી ટીમ પોતાનો રિપોર્ટ પ્રશાસનને સોંપશે. તે પછી આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારે શનિવારે ચારધામ યાત્રાની ઘોષણા કરી છે. કેદારનાથ મંદિર ૨૫ એપ્રિલે સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો માટે ખોલી દેવામાં આવશે. તે પછી ૨૭ એપ્રિલના રોજ બદરીનાથ ધામના કપાટ સવારે ૭.૧૦ વાગ્યાથી ખોલવામાં આવશે. એવામાં યાત્રાની દૃષ્ટિએ આ ખૂબ જ મોટું સંકટ માનવામાં આવે છે. શક્યતા છે કે આ વિસ્તારમાં તિરાડોની સંખ્યા વધી શકે છે.
રિપોર્ટ્સ પ્રમાણે, જાશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના એક અધિકારી સંજય ઉનિયાલના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જ મોટું સંકટ છે. ચારધામ યાત્રા દરમિયાન અહીં વિશાળ સંખ્યામાં ભક્ત અને શ્રદ્ધાળુઓ બદરીનાથ આવશે. તેમના બદરીનાથ પહોંચવા માટે આ જ એકમાત્ર રસ્તો છે. એવામાં જમીન ઘસવી અને તિરાડોનું પડવું તેમના જીવ માટે જાખમ બની શકે છે. ત્યાં જ,જેબીએસએસ કોર્ડિનેટર અતુલ સેતીએ સરકારને આગાહ કર્યા છે કે થોડીપણ બેદરકારી ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓના જીવ પર ભારે પડી શકે છે. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન વિશાળ સંખ્યામાં ગાડીઓની અવર-જવર રહેશે. એવામાં આ સંકટ વધી શકે છે. જેબીએસએસ ઉત્તરાખંડમાં નાગરિકોનું એક ગ્રુપ છે, જે જાશીમઠમાં પડેલી તિરાડ અને જમીન ઘસવાની સમસ્યાને ઉજાગર કરી રહ્યું છે.
રિપોર્ટ્સ પ્રમાણે, સંજય ઉનિયાલે જણાવ્યું કે રેલવે ગેસ્ટ હાઉસ પાસે આવેલી સ્ટેટ બેંકની શાખા સામે રસ્તા ઉપર ખૂબ જ મોટી તિરાડ પડી છે. ત્યાં જ, થોડે આગળ જેપી કોલોની અને મરવાડી બ્રિજ પાસે પણ આ પ્રકારની તિરાડ જાવા મળી છે. આ પ્રકારે રવિગ્રામ મ્યુનિસપલ વોર્ડમાં ઝીરો બેન્ડની પાસે હાઈવે ઘસી ગયો છે. અહીં રહેનાર પ્રણવ શર્માએ જણાવ્યું કે રાજમાર્ગ ઉપર બે તિરાડ જેને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનએ ભરી દીધી હતી, તે હવે ફરીથી દેખાવા લાગી છે. ઉત્તરાખંડના જાશીમઠમાં જમીન ઘસવાથી અત્યાર સુધી ૮૬૮ ઘરમાં તિરાડ પડી છે. ગયા શુક્રવારે ચામોલીના ડીએમ હિમાંશુ ખુરાનાએ તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે તેમાંથી ૧૮૧ ઘર અસુરક્ષિત વિસ્તારમાં છે. હોટલ માઉન્ટ વ્યૂ અને મલારી ઇનને તોડવાનું કામ છેલ્લા ચરણમાં છે.